Western Times News

Gujarati News

કોરોના સંકટઃ સિસ્ટમ નહીં મોદી સરકાર નિષ્ફળ : સોનિયા ગાંધી

નવીદિલ્હી: દેશની વર્તમાન કોવિડ ૧૯ મહામારીની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે પ્રણાલી નિષ્ફળ ગઇ નથી કારણ કે ભારતની પાસે અનેક શક્તિઓ અને સંસાધન છે સોનિયા ગાંધીએ વર્ચુઅલ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં કહ્યું કે મોદી સરકાર તે સંસાધનોને રચનાત્મક રીતે પ્રસારિત કરવામાં નિષ્ફળ રહી છે. ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં આવેલ પરિણામો પર સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ કાર્ય સમિતિ ચુંટણી પરિણામ પર વિશ્લેષણ કરશે

મનમોહનસિહ રાહુુલ ગાંધીી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીીને લખેલ પત્રનો ઉલ્લેખ કરતા પાર્ટી અધ્યક્ષે કહ્યું કે એવું લાગે છે કે આ તમામ ઉપયોગી પહેલ બહેરા કાનો પર પડે છે કારણ કે સરકારે તેના પર કોઇ સાર્થક પ્રતિક્રિયા આપી નથી તે કહે છે કે આ સરકાર વિરૂધ્ધ અમેની લડાઇ નથી પરંતુ આપણે વિરૂધ્ધ કોરોના વચ્ચેની લડાઇ છે.સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ સ્થાયી સમિતિઓની બેઠકોની માંગ કરે છે. આ સંકટનો સામનો કરવામાં સક્ષમ શાંત અને દુરદર્શી નેતૃત્વવની આવશ્યકતા હોય છે.

મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાના કારણે રાષ્ટ્ર ડુબી રહ્યું છે સોનિયા ગાંધીએ કહ્યું કે અમારા માટે ખુદને એકત્રિત કરવા અને પોતાના લોકોની સેવામાં ફરીથી સમર્પિત કરવાનો સમય છે સોનિયાએ સરકારની ત્રુટિપૂર્ણ વેકસીન નીતિ માટે શાસનની બાબતમાં કહ્યું કે બજેટ ૨૦૨૧માં તમામ માટે મફત રસી માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા બાદ પણ મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસીની ખરીદ માટે રાજય સરકારોને ભારે દબાણમાં રાખી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારની અસમાન રસીકરણ નીતિ લાખો દલિતો આદિવાસીઓ અન્ય પછાત વર્ગોની સાથે સાથે ગરીબો અને હાશિયાઓ પર રહેનારાઓને બહાર કરી દેશે મોદી સરકારે નૈતિક જવાબદારીી અને લોકો પ્રત્યે પોતાના સોગંદ કર્તવ્યને જાેઇ આ બધુ ખુબ ચોંકાવનારૂ છે.

કોંગ્રેસે કેન્દ્ર સરકારથી સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે કોંગ્રેસે ભારતમાં કોરોનાના વધતા મામલા અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ સાથે સ્ટેડિંગ કમિટીથી પણ કોરોનાની બગડતી સ્થિતિ પર નજર બનાવી રાખવાની વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.