Western Times News

Gujarati News

નાયબ મુખ્યમંત્રીએ કોરોનાને મ્હાત આપી : મને સપોર્ટ આપવા બદલ આભાર

અમદાવાદ: ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ રવિવારે કોરોના ને માત આપી ઘરે પરત ફર્યા છે. આ વિશે તેમણે પોતે ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી. આપને જણાવી દઇએ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ને કોરોના પોઝિટિવ આવ્યા બાદથી તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ૨ અઠવાડિયા પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા બાદ ૨૪ એપ્રિલના રોજ તેમને અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રવિવારના રોજ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ની જવાબદારી સંભાળી રહેલા નીતિનભાઈ પટેલે ટ્‌વીટ કર્યું કે, પંદર દિવસથી વેન મહેતા હોસ્પિટલમાં કોરોના ની સારવાર મેળવ્યા બાદ આજે હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે.

ભગવાનના આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છાઓથી હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વ નો તથા યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ નો હું આભારી છું. ડોક્ટરોની સલાહ મુજબ હજુ મારે વધારે આરામની
જરૂર હોય મને સહકાર આપવા સર્વેને વિનંતી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાવાયરસનો કેર સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે જાે નેતા આ વાયરસની ઝપટમાં આવી જતા હોય તો સામાન્ય નાગરિકની તો શું વાત જ કરી શકાય. હાલમાં સ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર પૂરો પ્રયત્ન તો કરી જ રહી છે, પરંતુ હજુ પણ કોરોનાનાંદૈનિક કેસની સંખ્યા ૧૦ હજારથી ઉપર જ આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.