Western Times News

Gujarati News

પોલીસ કમિશ્નરના હસ્તે શબ વાહિનીના ચાલકોને પીપીઈ કીટ અપાઈ

અમદાવાદ શહેર પોલીસે કર્મા ફાઉન્ડેશન સાથે મળીને ફૂડ પેકેટનું વિતરણ શરૂ કર્યુ

(એજન્સી) અમદાવાદ, કોરોનાને અનુલક્ષીને શહેર પોલીસેે તુલસી વલ્લભ નીધિ કર્મા ફાઉન્ડેશનના સકલન અને સહયોગથી તબીબ, પોલીસ, પેરામેડીકલ સ્ટાફ, દર્દીઓ તથા તેમના સગાઓ સહિતના લોકોને ફૂડ વિતરણ કરવાનું શરૂ કર્યુ છે. જે એસ.જી.રોડની હોટલમાં શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ના હસ્તે શબવાહિનીના ચાલકો તથા ફાયર બ્રિગેડના જવાનોને પીપીઈ કીટનું વિતરણ કરાયુ હતુ.

શહેેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુહ તુ કે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી દરમ્યાન તબીબો, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, ફાયરબ્રિગેડના જવાનો સહિતની આવશ્યકસેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે.

શહેરમાં પ્રવર્તમાન મીની લોકડાઉનના કારણે બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ, તબીબો, હેલ્થ વર્કર્સ ઉપરાંત કોવિડ દર્દીઓ તથા તેમના પરિવારોને જમવાની તકલીફ ન થાય એ હેતુથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીઓ દ્વારા તુલસી વલ્લભ નીધિ કર્મા ફાઉન્ડેશનના સહયોગ થકી બુધવારથી સવાર-સાંજ ફૂડ પેકેટ વિતરણની સેવા શરૂ કરાઈ છે.

અમદાવાદ શહેર ઝોન ૧ થી ઝોન- પ ના તમાામ પોલીસ મથકોમાં હાઈજનિક ફૂડ પેકેટ વિતરણ અંગે નોડલ પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપી હોટલમાંથી ફુડ પેકેટ મેળવી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ, તબીબો, પેરામેડીકલ કર્મચારીઓ, દર્દીઓ તથા તેમના સગા ઉપરાંત જરૂરીયાતમંદ નાગરીકો સાથે મળીને રોજ લગભગ ૪૦૦૦ જેટાલ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.

આ ઉપરાંત શહેરમાં કાર્યરત ૩૪ જેટલી શબવાહિનીઓને મદદરૂપ થવાપ૦૦ જેટલી પીપીઈ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંસ્થાના ગીરીશ દાણી, ભરતભાઈ ઝવેરેી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.