Western Times News

Gujarati News

ગાયત્રી શક્તિપીઠ, બાયડ-સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાકડાંની વ્યવસ્થામાં સહાય કરશે

બાયડ, જિલ્લામાં કોરોના મહામારીમાં અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. મોતના આંકડા અત્યંત ચોંકાવનારા છે. જિલાના અનેક સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડા ખૂટી જાય તેવી સ્થિતિ પણ ક્યારેય જાેવા મળે છે. બાયડના સેવાભાવિઓ ઉપરાંત આર.એસ.એસ.ના કાર્યકર્તાઓએ સ્મશાન ગૃહમાં મફત લાકડાં પહોંચાડવાની સેવા શરૂ કર્યા

પછી હવે ગાયત્રી શક્તિપીઠ- બાયડ દ્વારા શાંતિકુંજથી થયેલા આદેશ મુજબ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાકડાંની અછત વર્તાતી હોવાથી ગાયત્રી પરિજનોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપવા આહવાન કરતા ઉદાર હાથે ફાળો આપવાનું શરૂ કર્યું છે.

જિલ્લાના મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ, ભિલોડા તાલુકામાં છેલ્લા રપ દિવસમાં કોરોના તેમજ અન્ય બિમારીના કારણે ૪૦૦ થી વધુ લોકોના મોત નીપજયા છે. અનેક સ્મશાન ગૃહોમાં લાકડા ખુટી પડતાં મદદ માટે અપીલ સોશ્યલ મીડીયામાં જાેવા મળી હતી

જેના કારણે મોડાસા, વાત્રક સહિતના અનેક સ્મશાન ગૃહોમાં મફત લાકડાંની સેવા આપવાની શરૂઆત થઈ છે. રાજય સરકારે પણ વન વિભાગને સ્મશાન ગૃહોની જરૂરીયાત મુજબ જલાઉ લાકડા આપવા માટે પરીપત્ર કર્યો હોવા છતાં જિલ્લાનો વન વિભાગ સંવેદના વગરનો બની ગયો છે અને લાકડાં આપવાના તો ઠીક પરંતુ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે ત્યારે ગાયત્રી શક્તિપીઠ- બાયડ ફરી એકવાર કોરોનાની મહામારીમાં સમાજ પ્રત્યેનું દાયીત્વ અદા કરવા પહેલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.