Western Times News

Gujarati News

૭ દિવસમાં પેટ્રોલ ૧.૬૫, ડીઝલ ૧.૮૮ રૂપિયા મોઘુ

નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાની પરેશાની વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. આ વધારાથી પેટ્રોલ- ડીઝલ બંનેની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ૪ મેથી બંને ઈંધણના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે, જેમાં માત્ર ૭ દિવસના વધારાથી પેટ્રોલ ૧.૬૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૨ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪ મેથી વધારો ચાલુ થયો છે. ત્યારથી લઈને ૭ દિવસની અંદર થયેલા ભાવવધારાને જાેઈએ તો પેટ્રોલની કિંમતમાં ૧.૬૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલની કિંમત પણ ૭ દિવસમાં ૧.૮૮ રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો || દિલ્હી- પેટ્રોલ ૯૨.૦૫ રૂપિયા અને ડીઝલ ૮૨.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે.,|| મુંબઈ- પેટ્રોલ ૯૮.૩૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે.,|| ચેન્નઈ- પેટ્રોલ ૯૩.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૭.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે.,|| કોલકાતા- પેટ્રોલ ૯૨.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૫.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.