Western Times News

Gujarati News

દંડક પંકજ દેસાઇની અપીલને જનતાનો બહોળો પ્રતિસાદ

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ લિકવિડ સ્ટોરેજની ક્ષમતા ઉપલબ્ધ થઇ જશે કોરોના સામેના જંગમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોનાની સારવાર માટે દર્દીઓને ઓક્સિજનની આવશ્યકતા રહેતી હોવાથી ઓક્સિજન ટેન્ક બનાવવા માટે રૂ .૫૦ લાખની જરૂરીયાત હતી .

આ જરૂરીયાતને ધ્યાને રાખી સ્થાનિક કક્ષાએ આ સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર આઇ.કે પટેલ દ્વારા દાન માટે અપીલ કરવામાં આવી હતી , આ અપીલને સારો પ્રતિસાદ સાંપડયો હતો અને ટૂંક સમયમાં જ જરૂરીયાત મુજબનું રૂણ , ૫૦ લાખનું ભંડોળ એકત્રિત થઇ ગયું . જેથી આગામી થોડા સમયમાં જ આ ઓકિસજન ટેક કાર્યરત થઈ જશે .

આજે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ આજે યોજાયેલ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે , નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લિફ્રવિડ ઓક્સિજન રિઝર્વ ટેક રૂા .૫૦ લાખના ખર્ચથી મુકવા માટે કલેકટર આઇ.કે.પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું . આ આહવાન કરતાની સાથે જ દાનવીરો દ્વારા દાન આપી આ મહામારીમાં આવી પડેલ ઓફતની પળોમાં સહભાગી થવાની સાથે સાથે સેવાની સરવાણી વહાવી હતી .

દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે , નડિયાદ અને ખેડા જિલ્લાના દાનવીરો દ્વારા દાનની સરવાણી વહિ છે. માતબર રકમ દાનમાં મળી હોવાથી આ ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક માટેની રકમ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ હોસ્પિટલ ખાતે ટેન્કના ફાઉન્ડેશનનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે .

ફાઉન્ડેશન ૨-૩ દિવસમાં મજબૂત થઈ જાય એટલે ઓક્સિજન ટેન્ક મુકવાનું કામ પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લાના નાગરિકોને કોરોનાની મહામારી વખતે જે ઓકિસજનની તકલીફ પડતી હતી તેનો જથ્થો હવે નડિયાદમાં જ સ્ટોરેજ ટેન્ક દ્વારા મળતો થવાથી દર્દીઓને તેમાં રાહત મળશે , દેડકશ્રીએ ઉમેર્યું હતું કે , આમ ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવાના કામો ઝડપથી પુરા કર્યા છે . તેઓશ્રીએ સૌ દાતાઓને તેમના તરફથી તથા સરકાર તરફથી આભાર માન્યો હતો .

આ કામ ખુબ જ ટુંક ગાળામાં પૂર્ણ થતા સ્ટોરેજ ટેન્ક માં થી ઓક્સિજન તરત આપી શકાશે , તેઓશ્રીએ જણાવ્યું હતું કે , નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી પણ સિવિલ હોસ્પિટલની અંદર ૧૦૦ બેડનો ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો છે , જે ખૂબ જ આનદના સમાચાર છે .

સિવિલ હોસ્પિટલ ઓક્સિજન માટે સ્વનિર્ભેળ થાય તે માટેના જિલ્લા કલેકટર આઇ , કે , પટેલના પ્રયાસો આજે પૂર્ણ થયા છે તેની સાથે સાથે બીજી મહાગુજરાત હોસ્પિટલ કે બીજા વધારાના ૩,૫૦,૦૦,૦૦૦ / -ના ઓક્સિજન પ્લાન્ટની જરૂર હતી તે માટે પણ રૂ .૨૦ લાખની રકમ દંડક

તથા તેમના પરિવાર દ્વારા , સાંસદ શ્રી દેવુસિંહની ગ્રાન્ટ માંથી રૂ .૨૦ લાખ તથા દેસાઇ સમાજમાંથી રૂ .૨૦ લાખ અનિલભાઇ દેસાઇ તથા તેમના પરિવારમાંથી મળવાથી મહાગુજરાત હોસ્પિટલની જરૂરીયાત પુરી થયેલ છે . જયારે ઍન , ડી . દેસાઇની અંદર અમુલ દ્વારા કોવિડના ૩૦ બેડનો પ્લાન્ટ અને કે.ડિ.સી.સી , બેંકે ૮૦ બેડનો ઓક્સિજનનો પ્લાન્ટ આપેલ છે .*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.