Western Times News

Gujarati News

દિલ્હીમાં કોવેક્સિનવાળા સેન્ટર બહાર તાળા, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પણ વેક્સિનની અછત

નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાેવા મળી રહ્યા છે ત્યારે કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરતી જાેવા મળી રહી છે. સરકાર દ્વારા સમગ્‌ દેશમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં વધતી સમસ્યાઓ વચ્ચે દેશમાં વેક્સિનની ભારે અછત સર્જાઈ રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત અનેક રાજ્ય વેક્સિનેશનને રોકવા પર મજબૂર થયા છે, તો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે તકરાર પણ ચાલી રહી છે. આ મહાસંકટ વચ્ચે સૌથી વધારે મુશ્કેલી સામાન્ય લોકોને થઈ રહી છે, જેઓ કલાકો સુધી કોવિન એપ પર પોતાના સ્લોટની રાહ જાેઈ રહ્યાં છે, જ્યારે નંબર આવવા પર પણ રસી લગાવી શકી રહ્યાં નથી.

વેક્સિનેશનને લઈને રાજધાની દિલ્હીમાં કોવેક્સિનની સપ્લાઈ ના થવાના કારણે અનેક સેન્ટર્સ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકાર અનુસાર, લગભગ ૧૦૦ સેન્ટર્સ પર હવે રસી આપવામાં આવશે નહીં. પાછલા દિવસોમાં રાજ્ય સરકારોએ આરોપ લગાવ્યો હતો કે, કોવેક્સિનના કેન્દ્રના દબાવમાં વેક્સિન આપવાથી ઈન્કાર કરી દીધો છે.

દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ સ્થિતિ આવી જ જાેવા મળી રહી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકે હવે ૧૮ વાળાઓ માટે રસીકરણ રોકી દીધી છે, કેમ કે રાજ્ય પાસે વેક્સિનની અછત છે. મહારાષ્ટ્રનું કહેવું છે કે, કોવેક્સિનની સપ્લાઈ ના થવાના કારણે ૧૮ પ્લસવાળાઓનું રસીકરણ રોકવામાં આવી રહ્યું છે, જેથી ૪૫ પ્લસને વેક્સિનનો બીજાે ડોઝ આપવામાં આવી શકે. તેવી જ રીતે કર્ણાટકમાં પણ આજ તર્ક આપવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.