Western Times News

Gujarati News

ચીની વેક્સિન લગાવનાર પાકિસ્તાની અમારે ત્યાં નહીં આવી શકે :સાઉદી આરબ

નવીદિલ્હી: સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (સ્મ્જી)ના પ્રશાસને પાણી ફેરવી દિધું છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન રવિવારે રાત્રે જ સાઉદી આરબના ત્રણ દિવસના સરકારી પ્રવાસેથી પરત ફર્યા છે. જે પછી તરત જ સાઉદી આરબે નવું ફરમાન જાહેર કરી, ઈમરાન સરકારની મુસીબત વધારી દિધી છે.
સાઉદી આરબે કહ્યું કે તેઓ તે પાકિસ્તાનીઓને કોઈ પણ પ્રકારના વીઝા ઈશ્યૂ નહીં કરે જેઓએ ચીનમાં બનેલી વેક્સિન લગાવી છે. તેનું કારણ એ છે કે સાઉદી રેગ્યુલેટરે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેક્સિનને મંજૂરી નથી આપી. જાે કે ચીને વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત આ વેક્સિન સાઉદી મોકલી હતી.

સાઉદી આરબ સરકારે અત્યાર સુધી માત્ર ચાર વેક્સિનને જ મંજૂરી આપી છે. તે છે- ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જાેનસન એન્ડ જાેનસન. જેમાંથી જાેનસન એન્ડ જાેનસનની વેક્સિન સિંગલ શોટ છે, એટલે કે તેનો એક જ ડોઝ લાગે છે. બાકી ત્રણેય વેક્સિનના ડબલ ડોઝ આપવામાં આવે છે.

ચીન ભલે જ પોતાની બંને વેક્સિનના ડોઝ સાઉદી આરબને મોકલ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર સાઉદી આરબ જ નહીં, ચીને અન્ય ખાડી દેશોને પણ પોતાની વેક્સિન મોકલી હતી, પરંતુ હજુ સુધી આ દેશોના રેગ્યુલેટર્સે તેને મંજૂરી આપી નથી.
‘જિયો ન્યૂઝ’ના એક રિપોર્ટ મુજબ, સાઉદી આરબની યાત્રા કરવાની મંજૂરી માત્ર તે લોકોને જ મળશે, જેઓએ વેક્સિન લીધી હોય. તેમાં પણ એક શરત વધુ જાેડવામાં આવી છે કે ચીનમાં બનેલી વેક્સિન લગાડનારાને યાત્રાની મંજૂરી નહીં મળે.

પાકિસ્તાનીઓની મુશ્કેલી એ છે કે અહીં ચીન દ્વારા દાનમાં આપવામાં આવેલી વેક્સિનનો ઉપયોગ જ કરવામાં આવી રહ્યો છે. રશિયાથી સ્પુતનિક વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો, પરંતુ હજુ સુધી તેનો એક પણ ડોઝ પાકિસ્તાન નથી પહોંચ્યો. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ ભારત કે બીજા દેશોની વેક્સિન ખરીદી શકે. તેથી પાકિસ્તાન બેવડી મુશ્કેલીમાં ફસાય ગયું છે. જે લોકો સાઉદી જવા માગે છે અને જેઓએ ચીની વેક્સિન લગાવી છે, તેમના માટે વેક્સિન લગાવી કે ન લગાવી બધું જ એક સમાન છે. રિપોર્ટ મુજબ સાઉદી પ્રશાસને હવે આ મામલે થોડી રાહત આપી છે. જે લોકોએ વેક્સિન નથી લગાવી, તેને નેગેટિવ રિપોર્ટ તો દેખાડવો જ પડશે સાથે ૧૪ દિવસનુ કોરોન્ટિન પીરિયડ પણ પૂરો કરવો પડશે અને તે પણ પોતાના ખર્ચે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.