Western Times News

Gujarati News

અક્ષય તૃતીયાના પાવન અવસરે રથયાત્રાની પ્રથમ પૂજન વિધિ-ચંદન પૂજા કરાવતા ગૃહ રાજ્યમંત્રી

ભગવાન જગન્નાથ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે: આજે ચંદન વિધી કરીને રાજ્યના નાગરીકોના તંદુરસ્ત  સ્વાસ્થ્યની  પ્રાર્થના કરી છે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગેનો જનહિત લક્ષી નિર્ણય લેવામાં આવશે

કોરોના મહામારીમાં રસીકરણ  અમોધ શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ

જાડેજાએ જગન્નાથ મંદિરના પ્રાંગણથી  ઇસનપુર વોર્ડના વૃદ્ધ, દિવ્યાંગ,અશક્ત વ્યક્તિઓને વિનામૂલ્યે રસીકરણ કરાવવા માટે એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો .

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ  કહ્યું કે, ભગવાન જગન્નાથ સૌની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક છે.ત્યારે આજે ચંદન પૂજા કરીને રાજ્યના  નાગરિકોની સ્વાસ્થ્ય અને સુરક્ષાની મનોકામના કરી છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , રથયાત્રાના ત્રણ તબક્કા હોય છે.જેમાંથી પ્રથમ તબક્કો એટલે ચંદન પૂજા બીજો જળ યાત્રા અને ત્રીજા તબક્કામાં ભગવાન જગન્નાથની  રથયાત્રાનું આયોજન થાય છે.

૧૪૪ મી રથયાત્રાની પ્રથમ પૂજન વિધિ – ચંદન પૂજા  કરી મંત્રીશ્રીએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ મેળવીને સમગ્ર દેશને કોરોના માંથી મુક્ત કરાવવા પ્રાર્થના કરી હતી.

આજરોજ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ દ્વારા રથોની પૂજા કરવામાં આવી હતી. પૂજા કરીને રથોના  સમારકામ માટેની મંજૂરી આપવામાં આવી છે..

ગત વર્ષે કોરોનાની ભયાવહ સ્થિતિના કારણે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી‌. આ વર્ષે પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગેનો જનહિત લક્ષી નિર્ણય કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.