Western Times News

Gujarati News

અભિનેતા સંજય દત્તે પરિવાર સાથે દુબઈમાં ઈદ ઉજવી

મુંબઈ: આજે મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણી કરી રહ્યા છે. બોલિવુડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને ઈદની શુભકામના આપી રહ્યા છે. એક્ટર સંજય દત્તે દુબઈમાં પરિવાર સાથે ઈદ ઉજવી છે. સંજય દત્ત હાલ પત્ની માન્યતા અને બાળકો- શહરાન અને ઈકરા સાથે દુબઈમાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માન્યતા દત્તે પરિવારના ઈદ સેલિબ્રેશનની ઝલક બતાવી છે. ઈદના તહેવાર પર સંજય દત્તે સફેદ રંગનો પઠાણી કુર્તો પહેર્યો હતો. માન્યતાએ પણ પતિનો સાથે આપતાં સફેદ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબસૂરત લાગતી હતી.

સંજય-માન્યતના ટિ્‌વન્સ શહરાન અને ઈકરા પણ પિંક રંગના ટ્રેડિશનલ કપડામાં ટિ્‌વનિંગ કરતા જાેવા મળ્યા હતા. ફેમિલી ફોટો ઉપરાંત સંજય દત્તે દીકરા શહરાન સાથે તસવીર ક્લિક કરાવી હતી. પઠાણી ડ્રેસમાં પિતા-પુત્રની જાેડી જામતી હતી. આ તસવીર માન્યતા દત્તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. ઈદના તહેવાર પર ખાસ કેક તૈયાર કરવામાં આવી હતી. કેક પર ઈદ મુબારક લખવામાં આવ્યું હતું. આ સિવાય કપ કેક પર પણ ચાંદ અને તારાની ડિઝાઈન હતી. ઈદના તહેવાર પર સંજય દત્તે ટિ્‌વટ કરીને ફેન્સને શુભકામના આપી હતી.

એક્ટરે ટિ્‌વટર પર લખ્યું, ઈદ હંમેશા પ્રેમ, દયા અને કૃતજ્ઞતાનો તહેવાર રહ્યો છે. તમારી આસપાસ રહેલા લોકો પ્રત્યે દયા ભાવ રાખજાે કારણકે હાલ આની સૌથી વધારે જરૂર છે. સૌના સારા સ્વાસ્થ્ય માટે કામના કરું છું. ઈદ મુબારક. જણાવી દઈએ ગત વર્ષે સંજય દત્ત ઈદના તહેવાર પર પોતાના પરિવાર સાથે નહોતો. કોરોનાના કારણે લોકડાઉન થતાં માન્યતા, શહરાન અને ઈકરા દુબઈમાં ફસાયા હતા

જ્યારે સંજય દત્ત મુંબઈમાં હતો. જાે કે, આ વર્ષે ઈદ પર આખો પરિવાર એકસાથે દુબઈમાં છે અને તેમણે ઉજવણી કરી છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સંજય દત્તે કેન્સરને મહાત આપી હતી. સંજય દત્ત અને તેમના પરિવાર ઉપરાંત સારા અલી ખાને પણ ભાઈ સાથેની તસવીર શેર કરીને સૌને ઈદની શુભકામના પાઠવી છે. સારાએ લખ્યું, ઈદ મુબારક. સૌની ખુશીઓ, હકારાત્મકતા, સુરક્ષા માટે પ્રાર્થના કરું છું અને તેની અપેક્ષા રાખું છું. ઈન્શાહઅલ્લાહ આગળ સારો સમય આવશે. સારા ઉપરાંત નીતૂ કપૂર, અમિતાભ બચ્ચન, કરીના કપૂર ખાન, શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, અનિલ કપૂર, સોહા અલી ખાન વગેરે સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર ઈદની શુભેચ્છા પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.