Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા “તાઉન્તે વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી

તા. ૧૭ – પ -ર૦ર૧ ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને સંતોએ “તાઉન્તે ના વાવાઝોડા”માંથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, તા. ૧૭ અને તા. ૧૮ ના રોજ ગુજરાત ઉપર તાઉન્તેના વાવાઝોડાની મહા ઉપાધિ આવી રહી છે ત્યારે આપણે સૌ કોઈ ભગવાને પ્રાર્થના કરવી જોઈએ કે, ભગવાન આપણી સૌની રક્ષા કરે. કારણ કે,સાચા હૃદયથી આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે ભગવાન અવશ્ય સાંભળે જ છે.

પૂર્વે પણ અનેક હોનારતો આવી છે,તેમાંથી ભગવાને આપણને ઉગાર્યા છે,તો આમાંથી પણ આપણને ઉગારશે. આવા સમયે ભગવાન ઉપરથી આપણો વિશ્વાસ ડગવા ન દેવો જોઈએ.ભગવાન આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે જ છે.

કોરાના વાયરસની ઉપાધિમાંથી એ ભગવાને આપણી રક્ષા કરી છે,તે જ ભગવાન આમાંથી પણ આપણી રક્ષા કરશે. ભગવાનને પ્રાર્થના કરીએ તો, જે દુઃખ આવવાનું હોય તેમાંથી ભગવાન ઓછું કરે છે, દુઃખો સહન કરવાની શક્તિ આપે છે. આવી પડેલા પડકારો સામે આપણે લડી શકીએ તે માટે બળ, બુદ્ધિ અને પ્રકાશ આપે છે.

પરંતુ આપણા માનવ સ્વભાવ પ્રમાણે આપણે તો ભગવાનને ફરીયાદ જ કરીએ છીએ કે, દુઃખ આવ્યું જ કેમ ? ભગવાન પોતાના પોતાના ભક્તોનું શૂળીનું દુઃખ કાંટેથી કાઢે છે.પરંતુ આપણે તો કાંટો વાગે તે પણ સહન કરી શકતા નથી.

ભગવાન પાસે આપણે જે માંગવું હોય તે અવશ્ય માંગીએ,પરંતુ જીદ ન પકડવી જોઈએ.જે ભક્ત જીદ પકડે છે,કે મારું કામ ભગવાન કેમ ના કરે ? તો ઘણી વખત આવા ભક્તને ભગવાનની ભક્તિમાંથી પડવાનો વારો આવી જાય છે.

તાઉન્તેના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી છે ત્યારે આપણે સૌ કોઈએ એક થવું જોઈએ અને આપણાથી જે થઈ શકે તે સર્વ પ્રકારની મદદ માટે આપણું તન, મન અને ધન અર્પણ કરવું જોઈએ.

આપણે ભગવાનને પ્રાર્થના અવશ્ય કરીએ,નિત્ય કરીએ, તો ભગવાન પોતાના બાળકો જાણીને આપણી અત્યાર સુધી આટલા વર્ષોથી રક્ષા કરતાં આવ્યા છે,અને આગામી દિવસોમાં એટલે કે,ભવિષ્યમાં કોરોના વાયરસ અને અત્યારે આવેલી તાઉન્તેના વાવાઝોડાની મહા ઉપાધિમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણી રક્ષા અવશ્ય કરશે,કરશે અને કરશે જ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.