Western Times News

Gujarati News

પેલેસ્ટાઈનમાં રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ: અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે

બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ચાલી રહ્યો છે

નવી દિલ્હી, ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આ સમયે ખુબ હિંસા ચાલી રહી છે. ઇઝરાયલ સતત પેલેસ્ટાઈન પર હુમલો કરી રહ્યું છે. તો પેલેસ્ટાઈનનું ઇસ્લામિક ચરમપંથી સંગઠન હમાસ ઇઝરાયલી હુમલાનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે.

પેલેસ્ટાઈનથી દરરોજ હિંસાના હચમચાવી નાખતા ફોટો અને વીડિયો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક રડતી બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકી જે રીતે પોતાનું દુખ જણાવી રહી છે, તે દુનિયા માટે વિચારવાની વાત છે. ટિ્‌વટર પર આ વીડિયોને  એક યૂઝરે શેર કર્યો છે.

આ વીડિયોમાં બાળકી બોલી રહી છે, હું તેનાથી પરેશાન છું, મને ખ્યાલ નથી કે મારે શું કરવું જાેઈએ, હું કંઈ કરી શકું નહીં. તમે જાેઈ રહ્યાં છો (કાટમાળ તરફ ઇશારો કરતા), તમે મારી પાસે અહીં શું કરવાની આશા કરો છો? હું તેને કઈ રીતે ઠીક કરું, હું માત્ર ૧૦ વર્ષની છું, હું તેનાથી વધુ નથી ઝઝુમી શકતી.

તે બાળકી આગળ કહે છે, હું બસ ડોક્ટર બનવા ઈચ્છુ છું જેથી હું મારા લોકોની મદદ કરી શકુ. પરંતુ હું નથી કરી શકતી. હજુ હું બાળક છું. મને તે પણ ખ્યાલ નથી કે મારે શું કરવું જાેઈએ. મને ડર લાગે છે પણ એટલો વધુ નહીં. હું આવો (કાટમાળ) દરરોજ જાેવ છું અને રોજ રડુ છું. ખુદને કહુ છું કે અમારી સાથે આમ કેમ થઈ રહ્યું છે?

અમે તેના માટે શું કર્યું છે? મારા પરિવારજન કહે છે કે તે આપણી સાથે નફરત કરે છે. તે લોકો અમને પસંદ કરતા નથી કારણ કે આપણે મુસ્લિમ છીએ. તમે જાેઈ રહ્યાં છો મારી આસપાસ બાળકો છો. તમે તેના પર મિસાઇલથી કેમ હુમલો કરો છો. તેને મારી નાખો છો. આ બરાબર નથી.

આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકો શેર કરી ચુક્યા છે અને એક કરોડથી વધુ લોકો જાેઈ ચુક્યા છે. મહત્વનું છે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂએ આ મુદ્દા પર સ્પષ્ટ કહ્યુ કે, જ્યાં સુધી જરૂરી હશે, અમે સૈન્ય કાર્યવાહી જારી રાખીશું. શાંતિ સ્થાપવામાં હજુ સમય લાગશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.