Western Times News

Gujarati News

એકસાથે ચાર દેશોના હુમલા સામે ઈઝરાયેલ જીત્યું હતું

જેરૂસલેમ: યહૂદીઓના દેશ ઇઝરાયેલ માટે યુદ્ધની તંગદિલી કોઈ નવી વાત નથી. કમનસીબે આ દેશનું ગઠન થયું ત્યારથી જ એટલે કે ૧૯૪૮થી તે દુશ્મન દેશો સામે ઝઝૂમી રહ્યો છે. ઇઝરાયેલ આરબ દેશોની વચ્ચે આવેલો છે અને આરબ દેશો સાથે નાનામોટા લશ્કરી હુમલાથી માંડીને યુદ્ધ સુધીની સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છનો વિસ્તાર ૪૫ હજાર ચોરસ કિમી છે જયારે ઇઝરાયેલનો વિસ્તાર ૨૨ હજાર ચોરસ કિમી છે. આટલા ટચુકડા દેશે ઘણા યુદ્ધો લડીને પોતાની જમીન અને લોકોનું રક્ષણ કર્યું છે.

આ બધા યુદ્ધોમાં સૌથી મહત્વનું ૧૯૬૭નું ૬ ડે વોર હતું. આ યુદ્ધમાં ઇઝરાયેલ એકસાથે બધી સરહદે અલગ અલગ દેશો સામે લડ્યો અને પોતાનો ઓછી વસ્તી અને વિસ્તાર હોવા છતાં બધા દુશ્મનોને ધૂળ ચટાડી દીધી. આ યુદ્ધે વિશ્વને ચકિત કરી દીધું અને ઇઝરાયેલની અસલી તાકાત દુનિયા સામે બતાવી દીધી. ૧૯૬૭ના ૬ ડે વોરમાં ઇઝરાયેલ જેટલો નાનો દેશ એક સાથે ઇજિપ્ત, સીરિયા, જાેર્ડન, ઇરાક અને લેબેનોન જેવા દેશો સામે લડ્યો હતો. ઇજિપ્તે ઇઝરાયેલની કનડગત માટે અને તીરાન નામનો એક સાંકડો સમુદ્રી માર્ગ બ્લોક કરી દીધો હતો. આ સમુદ્રી માર્ગ બંધ થતા ઇઝરાયેલને આર્થિક નુકશાન જઈ રહ્યું હતું.

ઇઝરાયેલની વારંવાર અપીલ છતાં ઇજિપ્તે આ માર્ગને બંધ રાખવાનું પસંદ કરતા ઇઝરાયેલે ૫ જૂન ૧૯૬૭ના રોજ ઇજિપ્તના એર ફિલ્ડ ઉપર ભારે એરસ્ટ્રાઈક કરવાની શરુ કરી હતી. ઇઝરાયેલ પાસે ૩૦૦ એરક્રાફટ હતા. ઇઝરાયેલે એમ્બુશ અટેક કરીને ઇજિપ્તના લગભગ ૯૫૦ એરક્રાફ્ટ અને ૫૦ જેટલા રનવેનો ખાત્મો બોલાવી દીધો. આ સાથે ઇજિપ્તનો લગભગ આખો એરફૉર્સ નષ્ટ થઇ ગયો. ઇજિપ્ત આ હુમલા માટે તૈયાર ન હતું.

થોડા સમયમાં ઇઝરાયેલે ઇજિપ્તના મોટાભાગના એર ફિલ્ડનો મોટા પાયે ખાત્મો બોલાવી લીધો અને આ સાથે અચાનક જ ગ્રાઉન્ડ લેવલ ઉપર ગાઝા પટ્ટી અને અને સિનાઇ વિસ્તારમાં પોતાનું સૈન્ય મોકલ્યું. મોટા પાયે ખુવારી થતા ઇજિપ્તે પોતાના સૈન્યને આ વિસ્તારોમાંથી પાછું બોલાવી લીધું. અન્ય આરબ દેશો ઇઝરાયેલ સાથેની દુઃશ્મની અને મિલિટરી એગ્રીમેન્ટને કારણે આ યુદ્ધમાં જાેડાયા. જાે કે ઇઝરાયેલે મચક ન આપતા સીરિયા અને જાેર્ડનની સેનાને હરાવવા ઉપરાંત આ દેશોના થોડા ભાગો ઉપર કબ્જાે મેળવી લીધો. આ સમયે વેસ્ટ બેન્ક વિસ્તાર જાેર્ડનના કબ્જામાં હતો.

ધાર્મિક રીતે ખૂબ મહત્વના એવા જેરુસલેમ અને બેથલેહામ શહેરમાં લોહિયાળ જંગ થયા જેમાં ઉત્તરોત્તર ઇઝરાયેલે પોતાનો કબ્જાે જમાવ્યો અને સમગ્ર વેસ્ટ બેન્ક વિસ્તાર ઉપર અંકુશ મેળવી લીધો. ઉત્તર ઇઝરાયેલની સરહદે સીરિયાએ હુમલો કરતા આ વિસ્તારમાં પર્વતીય પ્રદેશને કારણે બંને દેશોએ ખુવારી વેઠવી પડી. જાે કે ઇઝરાયેલના એરફોર્સે મોટા પાયે સીરિયાની આર્મીનું નુકશાન કરીને આખરે સરહદ સુરક્ષિત કરવા ઉપરાંત સીરિયાના કેટલાક ભાગો ઉપર કબ્જાે મેળવી લીધો.

સાથે મંત્રણાઓ બાદ સીઝફાયરના આદેશ લાગી જતા આ યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધમાં ઇઝરાયેલે કુલ ૧૦૦૦ જેટલા જવાનો ગુમાવ્યા હોવા છતાં આરબ દેશોના લગભગ ૨૦,૦૦૦ જેટલા સૈનિકોનો

ખાત્મો બોલાવીને પોતાની જમીનનું રક્ષણ કરવા ઉપરાંત અન્ય કેટલાક સ્ટ્રેટેજિક રીતે મહત્વ ધરાવતા વિસ્તારોનો કબ્જાે મેળવી લીધો. જાે કે આ વિસ્તારો માટે ૧૯૬૭ પછી પણ યુદ્ધો ચાલતા રહ્યા છે. ઇઝરાયેલ વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાંથી એક છે. સતત ચાલતા લશ્કરી હુમલાઓ ઉપરાંત ઇઝરાયેલ આર્થિક અને ઔદ્યોગિક રીતે પોતાનું ડેવલપમેન્ટ કેવી રીતે વધારે છે એ ભારત જેવા દેશોએ શીખવા જેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.