Western Times News

Gujarati News

તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ ૪ થી ૬ ઈંચ જેટલો પડ્યો વરસાદ

ગાંધીનગર: ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે, તાઉતે ગુજરાત દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું ત્રાટક્યું છે. વિભાગે કહ્યું કે, અહીં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે, જે આગામી બે કલાક સુધી ચાલુ રહેશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ બંધ કરાયું છે. તેની અસરનાં કારણે ૪ જિલ્લામાં જાેરદાર પવન અને વરસાદ શરૂ થયો છે. નવસારી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સાવચેતીનાં પગલે કાંઠા વિભાગનાં ૧૬ ગામોમાં વીજળી કાપવામાં આવી છે. ગુના સોમનાથનાં ઉનામાં જાેરદાર પવનથી ૨૦૦ જેટલા ઝાડ ઉખડી ગયા છે.

આનાથી વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. વળી રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડનાં ઉમરગામમાં ૬.૫ ઇંચ વરસાદ,ગીર સોમનાથનાં ઉનામાં ૫.૫ ઇંચ વરસાદ,અમરેલીનાં ખાંભામાં ૪ ઇંચ વરસાદ,ગીર ગઢડા-અમરેલીમાં ૩-૩ ઇંચ વરસાદ,ભાવનગરનાં મહુવામાં ૩.૫ ઇંચ વરસાદ,વલસાડમાં ૧.૫ ઇંચ સુધીનો વરસાદ આ સમયે ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે. રાજ્યનાં ૨૧ જિલ્લાઓની ૮૪ તહેસીલોમાં વરસાદ શરૂ થયો છે. ઘણા ગામોમાં ૧-૧ ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં બે દાયકાનાં સૌથી ભયંકર વાવાઝોડા ચક્રવાત તાઉતે સોમવારે રાત્રે ટકરાયુ હતુ. ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું છે કે વાવાઝોડાએ ગુજરાતનાં દરિયાકાંઠે (ગુજારત કોસ્ટ) અસર કરી છે અને લગભગ ૪ કલાક તેની ખરાબ અસર રહેશે. ચક્રવાત તાઉતે ઉત્તર અને વાયવ્ય તરફ આગળ વધી રહ્યું છે અને તે પોરબંદરથી મહુવા (ભાવનગર જિલ્લો) ની વચ્ચે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.