Western Times News

Gujarati News

ન્યૂયોર્કમાં લૂંટના ઈરાદે સ્ટોર ચલાવતા ભાદરણના યુવકની હત્યા

ભાદરણ ગામના રહેવાસી કિંશુક પટેલની હત્યા, પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા બે અશ્વેતોની ઓળખ કરી લીધી

આણંદ,  અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવતા એક ગુજરાતી વેપારીની હત્યા કરવામાં આવી છે. અમેરિકા આ પ્રકારની હત્યાની ઘટના પ્રથમવાર બની હોય એવું નથી. આ પહેલાં પણ ઘણીવાર મૂળ ગુજરાતના લોકો ત્યાં હિંસાનો શિકાર બની ચૂક્યા છે. Detectives investigating murder of the owner of the Dapper Smoke Shop in #Lindenhurst. 33-year old Kinshuk Patel from Bhadran Guajrat was found dead inside shop in Newyork US

મંગળવારે આણંદના ભાદરણ ગામના રહેવાસી કિંશુક પટેલની હત્યા કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા બે અશ્વેતોની ઓળખ કરી લીધી છે, જેમણે મંગળવારે રાત્રે ઘટનાને અંજામ આપ્યો હતો. ૩૫ વર્ષી કિંશુક ન્યૂયોર્કમાં પિતા, પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. એક પુત્રની ઉંમર ૪ વર્ષ અને બીજા પુત્રની ઉંમર ૬ મહિના છે.

ન્યૂયોર્ક પોલીસના અનુસાર સ્ટરના સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે કિંશુક સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન બે અશ્વેત યુવક અંદર આવ્યા અને કોઇ સામાન માંગ્યો હતો. કિંશુકએ સ્ટોર બંધ થવાની વાત કહી તો એકએ તેના માથા પર કોઇ ભારે વસ્તુ વડે હુમલો કરી દીધો. કિંશુક બેભાન થઇને ઢળી પડ્યો તો બે લૂંટારા તેમની પાસે રાખેલી કેશ અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા હતા.

કિંશુક પટેલે ઘર આવતાં પહેલાં ફોન કર્યો હતો, પરંતુ લગભગ બે કલાક સુધી તે ઘરે ન પહોંચતા પરિવારે મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઇલ સ્વિચ ઓફ કર્યો હતો. ત્યારબાદ તેમના પિતાએ ન્યૂયોર્કમાં જ રહેનાર એક સંબંધીને ફોન કરી સૂચના આપી હતી. કિંશુક પટેલના સંબંધી જ્યારે સ્ટોર પર પહોંચ્યા તો કિંશુકને લોહીથી લથબથ મળી આવ્યો. એંબુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં જઇ રહ્ય હતા, આ દરમિયાન રસ્તામાં જ કિંશુક પટેલનું મોત નિપજ્યું હતું.

ભાદરણ ગામના રહેવાસી કિંશુકના કાકાએ જણાવ્યું કે તે લગભગ ૧૦ વર્ષ પહેલાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એક સંબંધીની મદદથી તેમણે જનરલ સ્ટોર રહેનાર કિંશુક પટેલના કાકાએ જણાવ્યું હતું કે લગભગ ૧૦ વર્ષ પહેલાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એક સંબંધીની મદદથી તેમણે જનરલ સ્ટોર ખોલ્યો હતો. તે અત્યાર સુધી ત્રણ જનરલ સ્ટોર ખોલી ચૂક્યા હતા.

કિંશુકની લગભગ ૬ વર્ષ પહેલાં તેમના ગુજરાતના ધર્મજ ગામમાં રહેનાર રૂચિતા સાથે લગ્ન થયા હતા. કિંશુક પરિવારના એક માત્ર પુત્ર હતા. જાણો ક્યારે અને ક્યાં થઇ હતી ઘટનાઓઃ ૨૯ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ન્યૂજર્સીમાં આણંદના ૫૦ વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

૧૩ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ હર્ષદ પટેલ નામના યુવકની લૂંટારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ ગુજરાતના વેપારીની હત્યા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ એટલાન્ટમાં એક કિશોર ગુજરાતીની હત્યા. ૧૩ જૂન ૨૦૧૭ ના રોજ સમીર હસમુખ પટેલની ગોળી મારીને હત્યા. ૧૦ જૂન ૨૦૧૮ના રોજ ગુજરાતી હત્યા. ૧૧ જૂન ૨૦૧૮ એક સ્ટોર માલિકને સ્ટોર પાસે જ ગોળી મારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.