Western Times News

Gujarati News

કોરોના ઉપર વાગી બ્રેક, ૨૪ કલાકમાં ૨.૫૭ લાખ નવા કેસ

Files photo

કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨ કરોડ ૬૨ લાખ ૮૯ હજાર ૨૯૦ થઈ, ૪૧૯૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: હવે દેશમાં કોરોનાની બીજી લહેરમાં બ્રેક વાગતી દેખાઇ રહી છેકોરોના કેસ હવે ઝડપથી ઘટવા લાગ્યા છે. કોરોનાની ઓછી ગતિ હોવા છતાં, મૃત્યુઆંક ડરાવનારો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫,૨૯૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૪૧૯૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૬૨ લાખ ૮૯ હજાર ૨૯૦ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યારે ૨૯ લાખ ૨૩ હજાર ૪૦૦ સક્રિય કેસ છે,

જ્યારે ૨ કરોડ ૩૦ લાખ ૭૦ હજાર ૩૬૫ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨ લાખ ૯૫ હજાર ૫૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી નજરે પડી રહી છે. કોરોનાની બીજી લહેરની અસર મહારાષ્ટ્રથી શરૂ થઇ હતી. મહિનાઓ પછી, અહીં કોરોના વાયરસનું સામ્રાજ્ય ઓછું થતું જાેવા મળે છે. છેલ્લા ૨૪ કલાકમાં આવેલા કોરોના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૯ હજાર ૬૪૪ નવા કોવિડ કેસ નોંધાયા છે. જાે કે, વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૫૦૦ કરતા વધારે છે.

૨૪ કલાકમાં, કોરોના વાયરસથી ૫૫૫ લોકો માર્યા ગયા. આ રીતે રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા ૫૫ લાખ ૨૭ હજાર ૦૯૨ પર પહોંચી ગઈ છે, જ્યારે વાયરસથી મૃત્યુઆંક ૮૬ હજાર ૬૧૮ પર પહોંચી ગયો છે. બિહારમાં કોરોના વાયરસના ચેપને કારણે ૯૮ લોકોનાં મોત થયાં, ત્યારબાદ રાજ્યમાં મૃત્યુની સંખ્યા ૪૩૩૯ પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ચેપના ૫૧૫૪ કેસ નોંધાયા છે

ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને ૬.૮૧ લાખ થઈ ગઈ છે. એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૬.૧૭ લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે જ્યારે ૪૯,૩૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. ૨૧ મે સુધી દેશભરમાં ૧૯ કરોડ ૩૩ લાખ ૭૨ હજાર ૮૧૯ કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં ૧૪ લાખ ૫૮ હજાર ૮૯૫ રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી ૩૨ કરોડ ૬૪ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં ૨૦.૬૬ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ ૧૨ ટકાથી વધુ છે.

દેશમાં કોરોનાથી મૃત્યું દર ૧.૧૨ ટકા છે જ્યારે રિકવરી રેટ ૮૭ ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને ૧૨ ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ ભારતમાં થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.