Western Times News

Gujarati News

ગેસ સિલિન્ડરથી અકસ્માત થતા ૫૦ લાખનો વીમો મળે છે

Files Photo

સિલિન્ડર લિકેજ કે બ્લાસ્ટ થાય તો તેની જવાબદારી ડીલર અને કંપનીની હોય, આવી ઘટના પર વળતર મળી શકે છે

નવી દિલ્હી: આજના સમયમાં દરેકના ઘરે ગેસ સિલિન્ડર છે. તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે, કારણ કે એક નાની ભૂલ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ત્યારે આપણે જાણવું જાેઈએ કે એલપીજીનો ઉપયોગ કરતી વખતે શું સાવચેતી રાખવી જાેઈએ અને કોઈપણ પ્રકારના અકસ્માતની સ્થિતિમાં શું કરવું જાેઈએ.

સાથે જ એ પણ જાણવું જાેઈએ કે ગેસ લીકેજ અથવા એલપીજી ગેસ સિલિન્ડર ફાટવાથી અકસ્માત થાય, તો ગ્રાહક તરીકે તમારી પાસે શું અધિકાર છે. એલપીજી એટલે રસોઈ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને પર્સનલ એક્સિડન્ટનું કવર પૂરું પાડે છે.

૫૦ લાખ રૂપિયા સુધીનો આ વીમો સિલિન્ડરથી ગેસ લિકેજ અથવા બ્લાસ્ટને કારણે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટનામાં આર્થિક મદદ કરે છે. આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરે છે.

ડિલિવરી પહેલાં તપાસ કરવી જાેઈએ કે સિલિન્ડર સંપૂર્ણ રીતે ઠીક છે કે નહીં. ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરને કારણે જીવ અને સંપત્તિના નુકસાન બદલ વ્યક્તિગત અકસ્માતનું કવર ચૂકવવાનું રહે છે. જાે કોઈ અકસ્માતમાં ગ્રાહકની સંપત્તિ/મકાનને નુકસાન થાય, તો અકસ્માત માટે ૨ લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ ક્લેમ પ્રાપ્ત થાય છે.

અકસ્માત પછી ક્લેમ લેવાની રીત સત્તાવાર  પર આપવામાં આવી છે. વેબસાઇટ અનુસાર, જાે ગ્રાહકને મળેલા એલપીજી કનેક્શનના સિલિન્ડરથી અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ ૫૦ લાખ રૂપિયા સુધીના વીમાની હકદાર છે. ગેસ સિલિન્ડર સાથે કોઈ અકસ્માતની સ્થિતિમાં સૌ પ્રથમ પોલીસ રિપોર્ટ દાખલ કરાવવો પડશે.

ત્યારબાદ સંબંધિત વિસ્તાર કચેરી તપાસ કરશે કે આ અકસ્માતનું કારણ શું છે. જાે અકસ્માત એલપીજી સિલિન્ડર અકસ્માત છે, તો એલપીજી ડિસ્ટ્રિબ્યુટર એજન્સી/ક્ષેત્ર કચેરી તેના વિશે વીમાની સ્થાનિક કચેરીને જાણ કરશે. જે બાદ સંબંધિત વીમા કંપનીમાં ક્લેઇમ ફાઇલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દાવા માટે ગ્રાહકે સીધા વીમા કંપનીને અરજી કરવાની કે તેનો સંપર્ક કરવાની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.