Western Times News

Gujarati News

CBSE ફક્ત મહત્વપુર્ણ વિષયો માટે જ પરીક્ષા લેવાની યોજના પર કામ કરી રહ્યુ છે

File Photo

જાે કે ૨૦થી વધારે વિષયો એવા છે કે, જેની પરીક્ષા લેવાઇ શકે છે

નવી દિલ્હી, ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. જાે કે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનો મુદ્દો હજી પણ લટકી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં સીબીએસઇ બોર્ડ તરફથી મોટા સમાચારો આવી રહ્યા છે.

બોર્ડની પાસે ફક્ત મહત્વપુર્ણ વિષયો માટે જ પરીક્ષા લેવાની યોજના પર કામ કરી રહ્યા છે. જેના આધારે ટુંક સમયમાં પરીક્ષાની જાહેરાત પણ થઇ શકે છે. સીબીએસઇની આ ફોર્મ્યુલા પર જ ગુજરાત બોર્ડ પણ કામગીરી કરે તો નવાઇ નહી. કારણ કે ધોરણ ૧૦ની પરીક્ષામાં પણ ગુજરાત બોર્ડે સીબીએસઇને જ ફોલો કર્યું હતું.

સીબીએસઇ બોર્ડમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૧૭૬ વિષયોનો અભ્યાસ કરવાનો વિકલ્પ હોય છે. જેમાં ભાષા અથવા ગ્રુપ ન્, ઇલેક્ટિવ અથવા ગ્રુપ છ અને અન્ય સામેલ હોય છે. તેમાંથી ગ્રુપ છ ના વિષયો મહત્વપુર્ણ માનવામાં આવે છે. જેના આધારે આગળ યુનિવર્સિટીઓમાં એડમિશન આપવામાં આવે છે.

જાે કે ૨૦થી વધારે વિષયો એવા છે કે, જેની પરીક્ષા લેવાઇ શકે છે, તેમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન ઇતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, ઇતિહાસ, બિઝનેસ સ્ટડી, એકાઉન્ટ્‌સ, ભુગોળ, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા ૫ અને મહત્તમ ૬ વિષયો પસંદ કરી શકે. જેમાં મુખ્ય ૪ વિષયો હોય છે. બોર્ડ દ્વારા જાે ફક્ત મુખ્ય વિષયો માટેની પરીક્ષા લેવામાં આવે છે. તો એક્ઝામ પેટર્ન પર જ પરીક્ષા લેવાશે.

સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ કરવાની માંગ વચ્ચે આજે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રાલયની બેઠક મળી હતી. જેમાં સીબીએસઇ સીબીએસઇ ૧૨ બોર્ડની પરીક્ષા સાથે નીટ અને જેઇઇ મેન્સ સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ ર્નિણય લેવાઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.