Western Times News

Gujarati News

ગલવાન ખીણમાં ફરીથી ભારત, ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ ?

Files Photo

પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઈ આમનો સામનો થયો નથી ઃ ભારતીય સેના

નવી દિલ્હી: ભારતીય સેનાએ એવા રિપોર્ટ્‌સને ફગાવ્યા છે જેમાં કહેવાયું હતું કે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે એકવાર ફરીથી ઘર્ષણ થયું છે. આ અંગે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય સેનાએ કહ્યું કે ‘એક મીડિયા રિપોર્ટમાં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની જવાનો વચ્ચે આમનો સામનો થયો હોવાની વાત સામે આવી છે. સ્પષ્ટ કરવામાં આવે છે

મે ૨૦૨૧ના પહેલા અઠવાડિયામાં પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઈ આમનો સામનો થયો નથી. ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ રિપોર્ટ એવા સ્ત્રોતથી પ્રેરિત જાેવા મળે છે જે પૂર્વ લદાખમાં મુદ્દાઓના જલદી સમાધાનને લઈને ચાલુ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયત્ન કરી શકે છે. આ સાથે જ સેનાએ એ પણ કહ્યું કે મીડિયાએ જ્યાં સુધી સેનાના કોઈ અધિકારી કે કોઈ અધિકૃત સ્ત્રોત દ્વારા જાણકારી ન મળે ત્યાં સુધી કોઈ રિપોર્ટ પ્રકાશિત કરવો જાેઈએ નહીં.

ભારતીય સેનાએ કહ્યું કે ૨૩ મે ૨૦૨૧ના રોજ ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે મામૂલી આમનો સામનો’ હેડ લાઈન પર અમે ધ્યાન આપ્યું છે. એવું સ્પષ્ટ કરાય છે કે મે ૨૦૨૧ના પહેલા અઠવાડિયામાં પૂર્વ લદાખમાં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આવો કોઈ મામૂલી આમનો સામનો થયો નથી. પૂર્વ લદાખમાં મુદ્દાઓ પર જલદી સમાધાન માટે પ્રક્રિયા ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.