Western Times News

Gujarati News

યુકેમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો : નવા કેસમાં વધારો

FilesPhoto

નવીદિલ્હી: યુકેમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. ત્યાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ કેસમાં વધારો મ્.૧.૬૧૭.૨ વેરિએન્ટના કારણે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ નવો વેરિએન્ટ યુકેમાં ત્રીજી લહેરનો ખતરો વધારી શકે છે. એક ડાવતી વાત એ છે કે વેક્સિનેશનના બાદ પણ આ વેરિએન્ટ સતત ફેલાઈ રહ્યો છે.

યુકેમાં અત્યાર સુધી ૩.૮ કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાં યુવા વસ્તીના ૭૦% અને કુલ વસ્તીના ૫૮% નો સમાવેશ થાય છે. ત્યાં જ ૨.૪ કરોડ લોકો એવા છે જેમને બન્ને ડોઝ આપવામાં આવી ચુક્યા છે. એવામાં બે સવાલ ઉઠી રહ્યા છે. પહેલો એ કે શું વેક્સિનેશન પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ સાબીત થઈ રહી છે? અને બીજાે એ કે શું વેક્સિનેશન પાછલી બે લહેરો કરતા આને અલગ બનાવી શકે છે?

યુકેની હોસ્પિટલમાં કોરોના દર્દીઓના દાખલ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યાં જ મ્.૧.૬૧૭.૨ વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આખા યુકેમાં પાછલા એક અઠવાડિયામાં હોસ્પિટલોમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા ૨૦% વધી ગઈ છે. નોર્થ-વેસ્ટમાં આ આંકડો ૨૫% છે અને સ્ટોકલેન્ડના ઘણા વિસ્તારોમાં તેના કરતા પણ વધારે છે. સ્કોર્ટલેન્ડના એનએચએસ હોસ્પિટલના ડોક્ટર અવિરલ વત્સનું કહેવું છે કે લોકડાઉન ખુલવાના કારણે કેસ વધવાની આશંકા પહેલાથી જ હતી. યુકેમાં જૂનમાં છેલ્લા ફેઝનું એનલોક થવાનું બાકી છે.

ડો. વત્સે કહ્યું કે, “વેક્સિનેશનના કારણે આ વખતે વૃદ્ધોમાં સંક્રમણ દર અને મામલા ઓછા આવી રહ્યા છે, કારણ કે મોટાભાગના વૃદ્ધોને બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. એ વાત સાચી છે કે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. પરંતુ આ પણ પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી છે. આ ઉપરાંત યુકેના જિલ્લા વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યાં જ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓ અને કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૬૦થી ૭૦% ઓછી થઈ ગઈ છે.”

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને કહ્યું કે, “યુકે બી.૧.૬૧૭.૨ વેરિએન્ટથી સંક્રમિત થનાર લોકોની સંખઅયા સતત વધી રહી છે. ત્યારે લગભગ ૬ હજારથી વધુ મામલા સામે આવી ચુક્યા છે. જ્યા સુધી ત્રીજી લહેરની આશંકાની વાત છે તો બ્રિટન આ વાતને લઈને વધુ ચિંતિત છે કારણ કે તેમનું વેક્સિનેશન નવા વેરિએન્ટને માત આપી શકે છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે

તેમાથી લગભગ ત્રણ ચતુર્થાંશ લોકોને વેક્સિન નથી મળી અને અત્યાર સુધીનો ડેટા જણાવે છે કે જાે તમે વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છો તો આ વેરિએન્ટ તમને ૮૦% સુધી રક્ષા આપે છે. “ત્યાં જ ડો. વત્સનું કહેવું છે કે, “માની શકાય કે યુકેમાં લગભગ ૭૫% નવા કેસ નવા સ્ટ્રેનના કારણે આવી રહ્યા છે. આ વખતે સંક્રમણ યુવા આબાદીમાં વઘુ ફેલાઈ રહ્યું છે. કારણ કે મોટાભાગે યુવાઓને વેક્સિન નથી લગાવી શકાયી.

વેક્સિન નવા વેરિએન્ટના ટ્રાન્સમિશનને નથી રોકી રહી. પરંતુ તેના કારણે દાખલ થવા અને મોતની સંખ્યામાં ઘટાડો થવામાં મદદ કરી રહી છે. વેક્સિનેશન ત્રીજી લહેરને ઓછી ઘાતક બનાવી શકે છે. ” આ બધા વચ્ચે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે અનુમાન લગાવ્યું છે કે ૬૦ વર્ષ અને તેનાથી ઉપરના વૃદ્ધોને વેક્સિન આપવાના કારણે ૧૩મે સુધી ૧૩,૨૦૦ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.