Western Times News

Gujarati News

દેશમાં ગત ૨૪ કલાકમાં ૧.૭૩ લાખ કોરોનાના નવા કેસ

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી જાેવા મળી રહી છે. રોજના આવનારા કેસમાં ઘટાડો જારી છે અને ગત ૨૪ કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના ૧.૭૩ લાખ નવા મામલા નોંધવામાં આવ્યા છે. ગત ૪૫ દિવસોમાં પહેલી વાર છે જ્યારે કોરોનાની આટલા મામલા નોંધાયા છે. જાે કે મોતના આંકડા હજું પણ ૩૫૦૦ને પાર છે. એક દિવસમાં દેશમાં ૩૬૧૭ લોકોના જીવ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત ૨૪ કલાકની અંદર કોરોનાના એક્ટિવ કેસોમાં ૧ લાખ ૧૪ હજાર ૪૨૮નો ઘટાડો નોંધાયો છે. હવે દેશમાં કોરોના વાયરસના ૨૨લાખ ૨૮ હજાર ૭૨૪ એક્ટિવ કેસ છે. ત્યારે દેશમાં કોરોનાના હાલ કુલ ૩,૨૨, ૫૧૨ દર્દીએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ સમયમાં કોરોનાના ૨ લાખ ૮૪ હજાર ૬૦૧ દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં ૨ કરોડ ૫૧ લાખ, ૭૮ હજારથી વધારે કોરોનાના દર્દી સાજા થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીનો દર ૯૦.૮૦ ટકા પર પહોંચી ગયો છે. ત્યારે અઠવાડિયાનો સંક્રમણ દર ૯.૮૪ ટકા પર છે. દૈનિક સંક્રમણ દર શુક્રવારે ૮.૩૬ ટકા રહ્યો. આ સતત ૫મો દિવસ છે કે જ્યારે દૈનિક સંક્રમણ દર ૧૦ ટકાથી નીચે રહ્યો છે.રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીના આંકડા મુજબ દેશમાં ૨૦.૮૯ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૩૦, ૬૨, ૭૪૭ રસી લગાવવામાં આવી છે. ત્યારે કોરોનાના અત્યાર સુધીના કુલ ૩૪.૧ કરોડ સેમ્પલ ટેસ્ટ લેવાઈ ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.