Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલમાં કન્ટેસ્ટન્ટ્‌સના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતુ : સુનિધિ

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨’માં કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ પ્રસારિત થયા પછી તેમના દીકરા અમિત કુમારે આપેલા ઈન્ટરવ્યૂ બાદથી આ શો સાથે જાેડાયેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યા. થોડા દિવસ પહેલા જ સુનિધિ ચૌહાણ સાથે વાત કરી હતી. ઈન્ડિયલ આઈડલ ૧૨’ સાથે જાેડાયેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આ શોની પાંચમી અને છઠ્ઠી સીઝનની જજ રહી ચૂકેલી સુનિધિ ચૌહાણે ચોંકવનારો ખુલાસો કર્યો છે.

સુનિધિ ચૌહાણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને પણ કન્ટેસ્ટન્ટ્‌સના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. બધાના વખાણ કરવાના છે એવું નહીં પરંતુ અમને પ્રશંસા કરજાે એવું કહેવાયું હતું. આ બેઝિક વસ્તુ હતી. માટે જ હું આ શો સાથે આગળ ના વધી શકી. તેઓ જે કરવાનું કહેતા હતા તે હું કરી શકું તેમ નહોતી અને એટલે જ મેં શોમાંથી નીકળી જવાનો ર્નિણય કર્યો હતો. આજે એટલે જ આ શોમાં હું જજ તરીકે જાેવા નથી મળતી, તેમ સુનિધિએ ઉમેર્યું.

જાેકે, આપણે જાેયું છે કે, ઈન્ડિયન આઈડલના જજ નેહા કક્કડ, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા કન્ટેસ્ટન્ટ્‌સની ભૂલો પણ સુધારતા નથી માટે તેમને જજ કરવાની વાત તો ભૂલી જાવ. તેઓ રચનાત્મક ટીકા પણ નથી કરતાં જેનાથી કન્ટેસ્ટ્‌ન્ટ્‌સ ભૂલોમાંથી શીખી શકે. અમિત કુમારે સ્પષ્ટ કહ્યું હતું કે, તેમને શૂટિંગ શરૂ થતાં પહેલા જ મેકર્સ દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે, દરેક કન્ટેસ્ટન્ટના વખાણ કરવા. આ પાછળનો હેતુ શું હોઈ શકે? ઈન્ડિયન આઈડલના મેકર્સ આ રીતે શોને લંબાવા માગે છે?

સુનિધિએ આ પાછળનું કારણ જણાવતા કહ્યું, મને લાગે છે કે આ વસ્તુ ધ્યાન ખેંચવા માટે કરવામાં આવી હોઈ શકે. મને લાગે છે કે દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે આ બધું કરવામાં આવે છે અને કદાચ તેમની રણનીતિ સફળ પણ થાય છે. તમામ રિયાલિટી શોને ધ્યાનમાં લઈને સુનિધિએ આગળ કહ્યું કે, આવા પ્લેટફોર્મ મ્યૂઝિક ક્ષેત્રે કરિયર બનાવા માગતા સંગીતકારો માટે મોટી ટિકિટ સાબિત થઈ શકે છે. પરંતુ આમાં આર્ટિસ્ટનું જ નુકસાન થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.