Western Times News

Gujarati News

RSS પ્રમુખ મોહન ભાગવતના ટ્‌વીટર એકાઉન્ટમાંથી હટાવ્યું બ્લુ ટિક

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર અને ટિ્‌વટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટા ભાગે ટિ્‌વટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે. શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટિ્‌વટર એકાઉન્ટ પરથી બ્લુ ટિકને હટાવી દેવામાં આવ્યો હતો અને હવે આરએસએસના વડા મોહન ભાગવતનું એકાઉન્ટ પણ અનવેરિફાઈડ કરવામાં આવ્યું છે. જાેકે, વેંકૈયા નાયડુના એકાઉન્ટ પર બે કલાક બાદ ફરી વેરિફાઈડ કરવામાં આવી. પરંતુ સંઘના વડા સહિત આરએસએસના ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર વચ્ચે નવા આઇટી નિયમોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ત્યારે હોબાળો મચી ગયો હતો

જ્યારે ટિ્‌વટરે પ્રથમ વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટિ્‌વટર હેન્ડલથી વેરિફાઈડ બ્લુ ટિકને પાછું ખેંચી લીધું હતું. જાે કે, થોડા સમય પછી તેમના એકાઉન્ટની ફરીથી વેરિફાઈડ થઈ. પરંતુ હવે સંઘના વડાના ટિ્‌વટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાને લઇને હોબાળો થઈ શકે છે.

મોહન ભાગવત પહેલાં આર.એસ.એસ. ના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પર પણ ટિ્‌વટર દ્વારા અનવેરિફાઇડમાં આવ્યા હતા. જેમાં સુરેશ સોની, સુરેશ જાેશી અને અરૂણ કુમાર જેવા નેતાઓ શામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.