Western Times News

Gujarati News

કોરોના કાળમાં ૩૦૦૦ બાળકો અનાથ થયાં, ૨૬૦૦૦ બાળકોએ માતા-પિતા ગુમાવ્યા

Files Photo

નવીદિલ્હી: કોરોના મહામારીએ હજારો લોકોના જીવ ભરખી લીધા. નેશનલ કમીશન ફૉર ચાઈલ્ડ રાઈટ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે સપથ પત્ર દાખલ કરવામાં આવ્યો છે તે મુજબ પાછલા વર્ષે એક એપ્રિલથી ૫ જૂન વચ્ચે દેશમાં ૩૬૨૧ બાળકો કોરોનાના કારણે અનાથ થયા છે, જ્યારે ૨૬૧૭૬ બાળકોએ પોતાના માતા અથવા પિતાને ગુમાવ્યા છે. કમીશન તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે બાળકોના માતા-પિતાના મોત માત્ર કોરોના કારણે જ નથી થયાં, તેમનાં મૃત્યુ અન્ય કારણોથી પણ થયું છે.

કમીશન તરફથી કહેવામાં આવ્યું કે ૩૦૦૭૧ બાળકોની દેખભાળની જરૂરત છે, જેમાં ૧૫૬૨૦ છોકરા, ૧૪૪૪૭ છોકરીઓ અને ચાર ટ્રાન્સજેન્ડર છે. જેમાં મોટાભાગના બાળકોની ઉંમર ૮થી ૧૩ વર્ષની છે. ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બકુલ ૧૧૮૧૫ બાળકો છે જ્યારે ૫૧૦૭ બાળકોની ઉંમર ૪થી ૭ વર્ષની છે. આ આંકડો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરફતી એનસીપીસીઆરની બાળ સ્વરાજ પોર્ટલ પર કોર્ટના હાલના આદેશ બાદ અપલોડ કરવામાં આવ્યા હતા.

વિવિધ રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૭૦૮૪ બાળકો છે જેમની દેખરેખની જરૂરત છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ૩૧૭૨ બાળકો, રાજસ્થાનમાં ૨૪૮૧ બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા.

હરિયાણામાં ૨૪૩૭ બાળકો, મધ્ય પ્રદેશમાં ૨૨૪૩ બાળકો અને કેરળમાં ૨૦૦૨ બાળકોની દેખભાળની જરૂરત છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૨૮ મેના રોજ ૨૦૨૦ બાદ અનાથ થયેલા બાળકોનો આંકડો જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. કમિશને ૩૧ મેના રોજ કોર્ટમાં શપથ પત્ર દાખલ કર્યું, જેમાં ૨૯ મે સુધીના આંકડા આપવામાં આવ્યા હતા. પરંતુ બીજા શપથ પત્રમાં સંશોધિત આંકડા આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને દિલ્હીને આ મુદ્દે સખ્ત કાર્યવાહી કરવા કહ્યું. કમિશન તરફતથી એડિશનલ સૉલિસિટર જનરલ કેએમ નટરાજ હાજર રહ્યા હતા અને તેમણે જસ્ટિસ કેલ નાગેશ્વર રાવ અને અનિરુદ્ધ બોસની બે જજની બેંચને જણાવ્યું કે આ બંને રાજ્ય બાળકોને લઈ આંકડા અપલોડ નથી કરી રહ્યા.

જે બાદ કોર્ટે કહ્યું તમે અમારો નિર્દેશ જાેયો હતો, અમે ૨૦ માર્ચ ૨૦૨૦ પછીના બાળકો સાથે જાેડાયેલા આંકડા અપલોડ કરવા કહ્યું હતું. દરેક રાજ્યોને આ સમજમાં આવી ગયું અને તેમણે આ આંકડા અપલોડ કરી દીધા હતા. આખરે માત્ર બંગાળને જ આ ઓર્ડર સમજમાં કેમ નથી આવતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.