Western Times News

Gujarati News

તકલીફ હંમેશા સારા માટે જ આવતી હોય છે

સમયનું મૌન સાંભળતા આવડવું જોઈએ: જે સમય, તક અને ક્ષણ હોય તેને માણતા શીખો

સમય આપણને ઘણી તકો આપતો હોય છે પણ આપણે એ તકને ઓળખી શકતા નથી. એના માટે સમયનું મૌન સાંભળતા આવડવું જોઈએ. અહીં એક યુવતિની વાત કરીએ છીએ જેણે સમયનો સદઉપયોગ કરીને કેવી રીતે પોતાના કામને એન્જાય કરે છે. આ યુવતિ એના કામકાજમાં એટલી બીઝી હોય છે કે કામમાંથી નવરી જ પડતી નથી. પરંતુ એની પાસે જે કામ હોય તેને એન્જાય ખૂબ કરે છે એટલે એનું કામ એટલી સરળતાથી પતી જાય છે કે આજુબાજુના કર્મચારીઓને તેની ઈર્ષા થયા કરે !
એક દિવસ એક સહ કર્મચારીએ આ યુવતીને પૂછ્યુ ઃ તારી પાસે આટલુ કામ પડયુ છે અને તું એન્જાય કરે છે તો કામ ક્યારે પુરૂ કરે છે. આ યુવતિએ જવાબ આપ્યો કે, હું જે કામ હાથમાં લઉં તેને ખરા દિલથી ચાહુ છુ અને મસ્ત રહીને તે કામ પુરૂ કરી નાંખુ છુ. હું કયારેય બીજાની જેમ રોદણા રોતી નથી, કે મારી પાસે આટલું બધુ કામ હોવા છતાં બોસ એક પછી એક કામ આપતા જ રહે છે જે કામ મળે તેમાં મારુ દિલ, દિમાગ લગાવી તેને પ્રાયોરિટીમાં વહેંચી લઉં છુ. જે કામ વહેલુ પતે તે પહેલાં કરી નાંખુ છું.

એક વખત આ યુવતિને એક મિટીંગ માટે બહારગામ જવાનુ હતુ. ટ્રેનના સમય અનુસાર તે સ્ટેશન પહોંચી ગઈ પણ સ્ટેશન પર પહોંચ્યા પછી ખબર પડી કે ૧૦ મિનિટમાં વરસાદ શરૂ થયો અને રેલવે સ્ટેશન ઉપર એનાઉન્સમેન્‌૭ થઈ કે આગળ વરસાદ બહુ હોવાથી દરેક ટ્રેન તેના નિયત સમય કરતાં બે કલાક મોડી છે. પહેલાં તો વિચાર આવ્યા કે હવે શું ? તેણે પોતાનો સામાન તેની સાથે આવેલા કલીગને આપ્યો અને હાથ-પહોળા કરીને એ વરસતા વરસાદમાં ખુલ્લા મેદાનમાં ચાલી ગઈ અને વરસાદની મજા માણવામાં મશગૂલ બની ગઈ કે સમય ક્યા પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી !

એ પરત આવી ત્યારે તેના કલીંગે પૂછયુ કેવુ લાગ્યુ ? એણે જવાબ આપ્યો કે જયારે વરસાદ આવતો અને હું ઓફિસની બારીમાંથી જાતી રહેતી એ સમયે એવો વિચાર આવતો કે વરસાદમાં ભીંજાઈ જંઉ પણ શકતી નહોતી. કામના કારણે એવુ કરી શકતી નહોતી. આજે મને જે એનાઉન્સમેન્ટ સંભળાયુ કે ટ્રેન બે કલાક મોડી છે ત્યારે મને થોડુક જુદી રીતે સંભળાયુ ઃ ભગવાન જાણે મને કહેતો હતો કે આ બે કલાક તારા છે તારી એપોઈન્ટમેન્ટની ડાયરીમાંથી છીનવીને મેં તને આ સમય આપ્યો છે જા કેવો વરસાદ વરસી રહયો છે. જા, જીવી લે, આ સમયને માણીલે વરસાદમાં ભીંજાવાની જે ઈચ્છાઓ દબાયેલી છે તેને પૂરી કરી લે.

બીજા એક કપલની વાત છે બંને મધ્યમવર્ગના બંને જાબ કરે પણ બંનેનું એક સપનુ હતુ. વિદેશ ફરવા જવાનુ ! આ માટે બંને વિદેશ ફરવા જવા શું કરવું, આખરે બંનેએ પોત-પોતાની બચત પગારમાંથી શરૂ કરી. બે વર્ષ પછી એવુ થયુ કે ક્યાંય ફરવા જવાની વાત આવે એટલે પતિ એમ જ કહે કે, આપણે હવે વિદેશ ફરવા જઈશુ.

એક દિવસ એની પત્નીએ કહ્યુ ઃ એક મોટુ સપનુ સાકાર કરવાની રાહમાં તું નાના-નાના સપનાને એવોઈડ ન કર. આપણે એકાદ-બે દિવસ નજીકમાં ક્યાંક ફરવા જઈ શકીએ, જરૂરી નથી કે વિદેશમાં જ આપણી કલ્પના મુજબની મજા આવે. બનવા જાગ છે કે કોઈ નાની ટ્રીપમાં પણ કોઈ દિવસ આનંદ ન મલ્યો હોય એવો આનંદ આવે. જિંદગીની યાદગાર મજાને માણતા શીખો. જે સમય જે સમય જે ક્ષણ તમને મળી છે તે આનંદથી માણી લો. શું ખબર કે કાલે આવી તક મળે કે નહી !
એક નવ દંપતિ બહાર ગામ જઈ રહયા હતા તેવામાં હાઈવે પર આગળ અકસ્માત થયો હોવાથી ટ્રાફીકજામ થઈ ગયો હતો અને સમાચાર પણ મલ્યા કે આ ટ્રાફીક કલીયર થતા લગભગ એકાદ કલાકનો સમય નીકળી જશે. એટલે પતિ કારમાં જ બેઠા બેઠા હતાશ થયો અને બબડવા લાગ્યો જબરા ફસાઈ ગયા ? હવે શું ? પત્નીએ એનો મોબાઈલ લીધો અને યુ ટયુબ ઉપરથી એક કલાકની એને મનગમતી ફિલ્મ મૂકી અને પતિને કહયુ: આ તારી ફેવરીટ ફિલ્મ જા અને તેની મજા માણ ! આવો રૂડો અવસર તને ક્યાં મળવાનો છે. આમ તો ઘર-ઓફિસની ભાગદોડમાં ઘેર બેસી શાંતિથી ફિલ્મ ક્યાં જાવા મળે છે તો આ એક કલાકનો સમય છે એન્જાય કરી લો. પતિએ તરત જ પત્નીને કહયુ: હું પણ કેવો સમયને વખોડતો જ હતો એટલે ઘણી વખત તકલીફ આવે ત્યારે એ કંઈક સારા માટે જ આવતી હોય છે. પણ આપણાં મગજ ઉપર તકલીફ એટલી સવાર થઈ જાય છે કે બીજુ કશું સુઝતુ જ નથી. એક દરેક ક્ષણે અનેકરૂપ લઈને આપણને ચેતવવા આવતો હોય છે કે મારુ આ રૂપ પણ જા અને હવે તું એન્જાય કર. પણ આપણે એવા હાવી થઈ જઈએ છીએ કે, બીજાના દોષ કાઢીને સમયને વખોડતા રહીએ છીએ પણ આવેલી તકને માણવાનો વિચાર મગજમાં આવતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.