Western Times News

Gujarati News

દિલ્હીનું બાબા કા ઢાબા રેસ્ટોરન્ટ નુકશાન થતાં બંધ થઈ ગયું

નવી દિલ્હી: ગયા વર્ષે બાબા કા ઢાબા ખૂબ જ ફેમસ થયો હતો. દક્ષિણ દિલ્હીના માલવીયાનગર વિસ્તારમાં ઢાબો ચલાવનારા કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામી દેવીનું નસીબ ચમકી ગયું જ્યારે તેમના પર બનેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેઓ સતત ટિ્‌વટર પર ટોપ ટ્રેન્ડમાં હતા. ત્યારબાદ બાબાએ રેસ્ટોરાં ખોલી અને લોકો તેમની રેસ્ટોરાંમાં પણ જવા લાગ્યા, ખાવા લાગ્યા અને બાબા ખૂબ જ ફેમસ થઈ ગયા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બાબાનું રેસ્ટોરાં બંધ થઈ ગઈ છે અને બાબા ફરી ત્યાં જ આવી ગયા છે, જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી.

રિપોર્ટ્‌સ અનુસાર વિડીયો વાયરલ થયા પછી બાબાની પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી. ધંધામાં તેજી જાેવા મળી હતી. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની નવી રેસ્ટોરાં બંધ થઈ ગઈ. હવે ફરી તેઓ તેમના જૂના ઢાબા પર આવી ગયા છે. તમને જણાવી દઈએ કે, તેમના વેચાણમાં ૧૦ ગણો ઉછાળો જાેવા મળ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી સેલમાં જાેરદાર ઘટાડો થયો, જેના કારણે બાબાને રેસ્ટોરાં બંધ કરવી પડી.

બાબાએ કહ્યું કે દિલ્હીમાં કોવિડ -૧૯ની બીજી લહેરે તેમને વધારે પ્રભાવિત કર્યા છે. તેઓ કહે છે, કોવિડ લોકડાઉનને કારણે દૈનિક ફુટફોલ ઘટ્યો છે, અને અમારું દૈનિક વેચાણ લોકડાઉન પહેલાં રૂ. ૩૫૦૦થી ઘટીને હવે રૂ. ૧૦૦૦ થઈ ગયું છે, જે અમારા પરિવાર માટે પૂરતું નથી.

બાબાએ જે નવો ધંધો શરૂ કર્યો હતો તે ત્રણ મહિનામાં જ ઠપ થઈ ગયો. જેમાં ૫ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. રેસ્ટોરામાં કેટલાક કર્મચારીઓ રાખવામા આવ્યા હતા. ભાડુ પણ ૩૫,૦૦૦ રૂપિયા હતું. ઉપરાંત પાણી અને વીજળીમાં પણ ૧૫૦૦૦ રૂપિયાનો ખર્ચ થતો હતો. પરંતુ વેચાણ ૪૦૦૦૦થી વધારે થતું ન હતું. જેથી રેસ્ટોરાંને ઘાટો થવા લાગ્યો અને અંતે બંધ કરવી પડી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.