Western Times News

Gujarati News

ઇન્ડસઇન્ડ બેંકએ સતત છઠ્ઠા વર્ષે કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટમાં સ્થાન મેળવ્યું

5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા એના સસ્ટેઇનેબિલિટી કટિબદ્ધતાઓની જાહેરાત કરી

મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકે જાહેરાત કરી હતી કે, બેંકે સતત છઠ્ઠાં વર્ષે કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ (સીડીપી)માં સ્થાન મેળવ્યું છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનારી ઇન્ડસઇન્ડ એકમાત્ર ભારતીય બેંક બની ગઈ છે. સીડીપી લિસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરની પર્યાવરણલક્ષી ડિસ્ક્લોઝર સિસ્ટમ છે, જે દુનિયાભરની કંપનીઓને પર્યાવરણલક્ષી પારદર્શકતા અને કામગીરીને પ્રોત્સાહન આપવા મૂળભૂત પ્રદાન કરે છે. IndusInd Bank makes it to the Carbon Disclosure Project (CDP) list for the 6th consecutive year; the only Indian bank to get featured in the list

આ સીમાચિહ્નરૂપ સફળતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા ઇન્ડસઇન્ડ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી સુમંત કઠપલિયાએ નીચેની પર્યાવરણલક્ષી, સામાજિક અને વહીવટી (ઇએસજી) પહેલોની જાહેરાત કરી હતી, જે બેંકે હાથ ધરી છે:

આગામી 4 વર્ષમાં બેંકના ચોક્કસ કાર્બન ઉત્સર્જનમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવો

આગામી બે વર્ષમાં એની લોન બુકમાં ક્લાઇમેટ ફાઇનાન્સ માટે મૂડીની ફાળવણી વધારીને 3.5 ટકા કરવી, જે અત્યારે 2.7 ટકા છે એની તમામ પથપ્રદર્શક શાખાઓ/લોબીને પરિવર્તિત ગ્રીન એન્ડ પ્લાસ્ટિકમુક્ત ઝોનમાં કરવી અને તેમને LEED સર્ટિફાઇડ કરી

વૃક્ષારોપણ અભિયાનને ટેકો આપવો, જેમાં જે શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધારે છે એ શહેરોમાં 50,000 વૃક્ષોનું વાવેતર કર્યું
કર્મચારીઓ વચ્ચે જાગૃતિ અભિયાન શરૂ કર્યા, જેમાં જળસંરક્ષણ, કચરામાં ઘટાડો અને એનું રિ-સાઇકલિંગ સાથે સંબંધિત ફાયદા સમજાવવામાં આવે છે

675KW ક્ષમતા ધરાવતા સોલાર સોલ્યુશન સ્થાપિત કર્યા, જેની મદદથી 8278 ટન જેટલું કાર્બનનું ઉત્સર્જન ઘટ્યું છે આશરે 70 મિલિયન ક્યુબિક મીટરની જળસંચય ક્ષમતા ઊભી કરી તથા 15 જળાશયોને નવજીવન આપ્યું અને 2 ડ્રેનેજ સિસ્ટમ પણ ફરી શરૂ કરી.

આ પ્રસંગે ઇન્ડસઇન્ડ બેંકના કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, સીએસઆર એન્ડ સસ્ટેઇનેબલ બેંકિંગના હેડ શ્રીમતી રુપા સતિશે કહ્યું હતું કે, “બેંક લાંબા ગાળાના લક્ષ્યાંકો નિર્ધારિત કરીને તથા સ્વચ્છ ઊર્જા અને ઊર્જાદક્ષ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને આબોહવામાં પરિવર્તનની અસરને ઘટાડવા લીડરશિપ પોઝિશન લેવા દ્રઢ છે.

અમારું માનવું છે કે, અમારા બિઝનેસમાં સસ્ટેઇનેબિલિટીના વિવિધ પાસાં સામેલ કરવાથી તથા અમારા ઉત્પાદનો, સેવાઓ અને કામગીરીને અમારી ઇએસજી સ્ટ્રેટેજી સાથે સુસંગત બનાવવાથી સમાજને વધારે લાભ થવાની સાથે બેંકને લાંબા ગાળ માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે બહાર આવવામાં મદદ મળશે.

આ અભિગમથી બેંકને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પણ મળી છે અને સીડીપી લિસ્ટમાં અગ્રણી ભારતીય બેંક તરીકે સતત સ્થાન મેળવ્યું છે. ડાઉ જોન્સ સસ્ટેઇનેબિલિટી ઇન્ડેક્સ યરબુક 2021માં સામેલ ઇન્ડસઇન્ડ ભારતીય બેંકોમાં એકમાત્ર બેંક અને 21 ભારતીય કંપનીઓમાં સામેલ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.