Western Times News

Gujarati News

સોના કોમસ્ટારનો IPO 14 જૂન, 2021ના રોજ ખુલશે

અમદાવાદ, ભારતની અગ્રણી ઓટોમોટિવ ટેક્નોલોજી કંપનીઓ પૈકીની એક, સોના બીએલડબલ્યુ પ્રીસિઝન ફોર્જિંગ લિમિટેડ મુખ્યત્વે ઓટોમોટિવ ઓઇએમ્સ માટે ઉચ્ચ એન્જિનિયર્ડ, મિશન ક્રિટિકલ ઓટોમોટિવ સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયમાં પ્રવૃત્ત છે.

તેની ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”)ના અનુસંધાનમાં બિડ/ઓફર સોમવાર, 14 જૂન, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને બુધવાર, 16 જૂન, 2021ના રોજ બંધ કરશે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.285–Rs.291 નક્કી કરવામાં આવી છે. કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડરોએ બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહથી એન્કર રોકાણકારો(“એન્કર ઇન્વેસ્ટર્સ”)ની ભાગીદારી વિચારી છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 11 જૂન, 2021ના રોજ થશે.

ઓફરનું કુલ કદ Rs.5,550 કરોડ સુધીનું છે જેમાં કુલ Rs. 300 કરોડના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરહોલ્ડર, સિંગાપોર VII ટોપ્કો IIIપ્રા. લિ. દ્વારા કુલ Rs.5,250 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ઉપજમાંથી લગભગ Rs.241.12 કરોડનો ઉપયોગ તેના નિશ્ચિત દેવાની ભરપાઈ કે પૂર્વચુકવણી કરવા તથા અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.

કંપની વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન (ઈવી)ના બજારોમાં અગ્રણી સપ્લાયર છે અને નાણાકીય વર્ષ 2021માં તેણે બેટરી ઈવી માર્કેટમાંથી 13.8% અને માઇક્રો હાઇબ્રિડ/હાઇબ્રિડ માર્કેટમાંથી 26.7% આવક મેળવી હતી. કેલેન્ડર વર્ષ 2020માં તેની બીઈવી ડિફરન્સલ એસેમ્બલીના વૈશ્વિક બજારમાં તેનો હિસ્સો 8.7% હતો.

કંપની કેલેન્ડર વર્ષ 2020માં તેના અંતિમ સેગમેન્ટ્સને પૂરા પાડેલા વોલ્યુમ્સના સંદર્ભમાં ડિફરન્સિયલ બેવલ ગીયર માર્કેટ અને સ્ટાર્ટર મોટર માર્કેટમાં વૈશ્વિક સ્તરે ટોપ ટેન ખેલાડીઓમાંથી એક છે અને આ તમામ ઉત્પાદનોમાં તે વૈશ્વિક બજારમાં હિસ્સો મેળવી રહી છે. રિકાર્ડો રિપોર્ટ અનુસાર, તે વોલ્યુમની રીતે ટોચના 10 વૈશ્વિક PV OEMsમાંથી 6ને,  ટોચના 10 વૈશ્વિક CV OEMsમાંથી 3ને, ટોચના 8 વૈશ્વિક ટ્રેક્ટર OEMsમાંથી 7ને સેવા આપે છે.

કંપની પાસે પ્રીસિઝન ફોર્જિંગ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ તેમજ બેઝ અને એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મજબૂત આર એન્ડ ડી અને એન્જિનિયરિંગ તથા ટેકનોલોજીકલ ક્ષમતાઓ છે. તે ભૌગોલિક, ઉત્પાદનો, વાહન સેગમેન્ટ્સ અને ગ્રાહકોમાં વૈવિધ્યપૂર્ણ છે.

ક્રિસિલ રિપોર્ટ અનુસાર, ભારતમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં લિસ્ટેડ ટોચના 10 ઓટો કોમ્પોનન્ટ ઉત્પાદકોની સરખામણીમાં કંપની નાણાકીય વર્ષ 2020માં સૌથી ઊંચું ઓપરેટિંગ EBITDA માર્જિન, PAT માર્જિન , ROCE અને ROE ધરાવે છે અને તેણે નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં દર વર્ષે 26%થી વધુ EBITDA માર્જન અને 35%થી વધુ સરેરાશ ROE સતત આપ્યું છે. નાણાકીય વર્ષ 2016-20માં તેની ઓપરેટિંગ આવક વૃદ્ધિ તેની સમકક્ષ કંપનીઓની સરેરાશને વટાવી ગઈ છે.

આ ઓફર સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(b), સુધારેલા (“SCRR”) જેને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના રેગ્યુલેશન 31 (ઇશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રીક્વાર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018, સુધારેલા (“SEBI ICDR રેગ્યુલેશન્સ”) સાથેના વાંચન સાથેની શરતો મુજબ કરવામાં આવી છે.

સેબી ICDR રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6 (૨)ને સુસંગત  બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ઓફર કરવામાં આવી છે, જેમાં 75% કરતા ઓછો નહિ એટલો હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, ઓફરના 15% કરતા વધારે નહિ એટલી ફાળવણી બિન-સંસ્થાકીય બિડરો માટે રહેશે અને ઓફરના 10% કરતા વધુ નહિ એટલો હિસ્સો રીટેલ વ્યક્તિગત બિડરોને ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, ક્રેડિટ સુઈસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી અને સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ આ ઓફરના BRLMs  છે.

અહીં વપરાયેલા અને ચોક્ક્સ રીતે વ્યાખ્યાયિત નહિ કરાયેલા તમામ મૂડીગત શબ્દોનો અર્થ એ જ રહેશે જેમને 7 જૂન, 2021ની તારીખે નવી દિલ્હી (“આરઓસી”)ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણાના એનસીટીને રજૂ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”)માં આપેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.