Western Times News

Gujarati News

મેદ વૃદ્ધિ અને હૃદયરોગ

9825009241

મેદ-વૃદ્ધિ આયુર્વેદની દૃષ્ટિ અન્નનું અતિ સેવન, વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે પદાર્થાે ખાધા કરવાથી, આમાશય ના રસો, આશયને યોગ્ય આરામના મળવાથી ફરીથી યોગ્ય પ્રમાણમાં સ્ત્રાવ નથી થતો તો ક્યારેક ઉત્પન્ન પણ નથી થતો, પાચન ક્રિયામાં સહાય કરતાં અગ્નિ અને પિત્ત મંદ પડી જાય છે પરિણામે સામાન્ય કરતાં વધારે ભારે-દ્રવ, અભિશ્યન્દિ રસ-રક્તનું નિર્માણ કરે છે અને તે હૃદય તથા બીજા નાજુક ભાગની સુક્ષ્મ ધમની-શીરામાં વહન થઇ શકતો નથી અથવા તો અવારોધ ઉત્પન્ન કરે છે.

આવો આમ વાળો રસ શરીર અવયવોને પોષણ આપવા અશક્તિ માન હોય છે. પહેલાં લીધેલાં ખોરાક પચ્યો ના હોય તે પહેલાં તેના ઉપર ફરીથી ઓછું-વત્તુ કંઈ ખાવું તેને અધ્યશન કહે છે. તેનાથી આમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે. વારંવાર આવતા નવા અન્નને પાચકરસો પહોંચી વળતા નથી. પરિણામે પહેલાં આવેલા ખોરાકનું કે પછી ખાધેલા ખોરાકનું સમ્યગ પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસનું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે.

મળ-મૂત્રાદિ તેર વેગોને રોકવાથી, હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશની અથડામણ સુસુમ્ના નાડી વિક્ષિપ્ત થાય છે. તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાં અંદરના નાના અવયવોને સૂક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે. વાયુની શક્તિથી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે. હૃદય રોગનું કારણ બને છે. વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘનનો ક્રમના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે.

યોગ્ય પ્રમાણમાં વહેતા રહેલાં રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્તનું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે, શારીરિક વાત વિકૃતિ થાય છે, શારીરિક વાત વિકૃતિ થાય છે, શારીરિક ચેતના રસ ધાતુમાં રહેલા ક્ષારો પર આધારિત હોય છે, રસ તથા જળ ધાતુ ક્ષયથી હૃદય દોર્બલ્ય અને મૃત્યુ પણ થઇ શકે છે, અત્યાધિક વિરેચન કે અતિસાર બંન્નેથી મળ દ્વારા જળ ધાતુનો નાશ થઇને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે.

હૃદયની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્પન્ન થતાં હૃદયના કાર્યાેનો નાશ પડે છે તેથી પણ હૃદયરોગ અને મૃત્યુ બંને થઈ શકે છે. લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ- ક્રમ વિરુદ્ધ ભોજન લીધા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે અને અન્નનું સમ્યગ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે. આ આમ બધા રોગો કારણ છે. તે બગડેલો રસ હૃદયને અનેક રીતે હાનિ કરે છે, હૃદય અને મસ્તિષ્ક બંન્ને વચ્ચે મનોવહ †ોત છે. અતિશય આઘાતજનક સમાચાર સાંભળતા, અતિ ચિંતન, ચિંતા ભય, દુખ, શોક અને રાસથી મનોવહસ્ત્રો વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે.

તેથી યોગ્ય સમયે તેનું નિવારણ ન થાય તો હૃદય પર પડતાં કાર્યભારને અનુકુળ થવા હૃદયની ધમની-શીરામાં વિકૃતિ ઉભી કરે છે, કાંતો બીજી અંતસ્ત્રાવી ગ્રંથિ પર ઉપરના કારણોથી અસર થઇ હૃદયને અસર કરે છે. અતિશય શ્રમથી હૃદય ને જ વધારે બોજા પડે છે. જા તે દરમ્યાન હૃદયને જાઈતા જીવનીય ત¥વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે. બેસી રહેવું, વ્યાયામ ન કરવો, યોગ્ય શ્રમ-મહેનતના અભાવે લીધેલા અન્નનું પૂરેપૂરું દહન થતું નથી કાંતો ધાતુઓના અગ્નિ દ્વારા ઘણી વારે પચે છે. અથવા પચતા જ નથી, આવા ના પચેલા રસ-રકતાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહનમાં અવરોધ ઉભો કરે છે. દા.ત.કોલેસ્ટ્રોલ હૃદય રોગના કારણોમાંનુ એક છે.

 

અમ્લ-લવણ રસનું અતિ સેવન અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહારનું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાકમાં તેવા દ્રવ્યોનું અતિ સેવન કરવાથી રસ ધાતુનું દ્રવત્ય અને કલેદત્વ વધારી દે છે. તે રસ-રક્તન વિકૃતિ કરે છે. તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ, ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે, તે બધા અવયવોનો કાર્યભારને પહોંચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલાં કે ન પચેલાં ક્ષારો અને અમ્લો શરીરમાં રહી જાય છે અને ધમની-શીરામાં વિકૃતિ ઉભી કરે છે. એ ખોરાકમાંથી અગ્નિઓની મદદથી સાતે ધાતુનું તર્પણ અને નિયમન થાય છે. કોઈ પણ પ્રકારનો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ભૂત કે ધાતુની વૃદ્ધિ-હૃસ થાય છે અને તેના પછીની ધાતુઓમાં પણ સમ્યક ગુનોત્પત્તી થઈ શકાતી નથી.

આમ શરીરમાં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુના અગ્નિ બગડે છે તદુપરાંત જળ અને પૃથ્વી ભૂતના અગ્નિ વિકૃત થાય ત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે. આ સૂત્રોનું જ યાંત્રિક-તાંત્રિક પ્રત્યક્ષીકરણ આધુનિકોની મેદ ધાતુના ચયાપચય ક્રિયામાં જાવા મળે છે. મેદ વધારે તેવા કારણો, કફ વધારે તેવા કારણોથી દુષિત રસ ધાતુ જ્યારે રક્ત સાથે ભળીને ઉપ્વૃક્કમાં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુનું ચયાપચયને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ ધાતુનું ચયાપચયને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે. મેદ અને કફથી ત્રોસાઓ પુરાઈ ગયા હોય હોવાથી મેદ જ વધ્યા કરે છે.

આ પ્રમાણે મેદસ્વીને ભૂખ લગાવી તે સમ્યગ જઠરાગ્નિનું લક્ષણ નથી પણ વિકૃતિ છે. સમ્યગ અગ્નિથી તો આહાર પછી તૃપ્તિ થવી જાઈએ. પણ મેદ-વૃદ્ધિમાં વારંવાર ભૂખ લાગે છે. અહીં પણ હાયાપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધએલો ખોરાક મેદ તો વધારે છે. તદુપરાંત કાચો રસ (આમ) પણ વધારે છે. જે હૃદય તથા બીજા અવયવોને હાની કરે છે. જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે. ફેલાય છે.

આથી તેના પર કાર્યભાર વધતો જાય છે. માંસ અને મેદ ધાતુના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુનું પોષણ પુરતું થતું નથી. અને ક્રમઃ જીવન શક્તિ ઓછી થાય છે. આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે. મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ માટે ધાતુ લોહીમાં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુનો સહારો લઈને સ્ત્રોત રોધ કે ધમની કાઠીન્ય કરે છે.

મેદસ્વી માતા-પિતાના સંતાનોમાં તેમના રંગ સૂત્રોના બંધારણથી ઓબેસિટી ઉતરી આવે છે. તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષમાં મેદસ્વીને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નિઓની દુર્બળતા કે વિકૃતિથી એક ધાતુની વૃદ્ધિ થાય છે. ગળામાં આવેલી થાઈરોઈડ ગ્રંથિ પણ શરીરના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે. આ અંત †ાવીગ્રંથિઓ પણ શરીરના ભૂતાગ્નીઓ જ છે. તેના હૃસ-વિકૃતિથી પણ મેદ ધાતુ વધે છે.

ઔષધિ-હૃદયરોગઃ અર્જુમે મેદવૃદ્ધિ, રક્તદોષ, અને ભસ્મક રોગોનો નાશ કરે છે. અર્જુન હૃદયરોગની ખાસ દવા છે. તે હૃદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે. હૃદયનો સોજા અને રક્તમાંના કોલેસ્ટ્રોલ (ચરબી તત્ત્વ)ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું આયુષ્ય. આરોગ્ય અને દેહકાંતિ વધારે છે અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હૃદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે.

હૃદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવઃ અર્જુન છાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શબરત સાથે રોજ લેવું. હૃદય સ્નાયુઓને બળ આપનાર અનેક પ્રભાવી ટીકડી ઃ મુક્તાપીષ્ટી, પ્રવાલ પીષ્ટી, પન્ના પીષ્ટી, સુવ્રમભસમ, શ્રુંગભસ્મ, અંબર જદ્યવાર, માણેક પીષ્ટી, કેરબા પીષ્ટી, ખરાબ પીષ્ટી, શૌદ્ધ ભસ્મ, કસ્તુળ, અબરેશમ, દરિયાઈ નાળિયેરમાંથી ઉપરોક્ત ટીકડી તૈયાર થાય છે. આ ઔષધ આયુર્વેદિક દવાઓનો સપ્રમાણ યોગ છે. ઔષધોન સુક્ષમતા અને વિશુદ્ધતાની સાથે તેની ઉપયોગિતા અત વિશ્વસનીય છે. મુક્તા (મોતી), પ્રવાસ અને શ્રૃંગ હૃદયની માંસપેશીઓને શક્તિ આપે છે અને તેની આકુંચન સંકુચન શક્તિ સમતુલ કરે છે. માણેકય પીષ્ટી રક્તવૃદ્ધિમાં આવશ્યક લોહતત્તવ પ્રદાન કરે છે.

સુવર્ણ ભસ્મ કસ્તુળ અને અંબર દરેક પોતાની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ક્રિયાઓથી હૃદય, રક્ત સંસ્થાન અને શ્વસન કેન્દ્રની ક્રિયાઓને બળપ્રદાન કરે છે. આ ઔષધના અન્ય દ્રવ્યો પણ સ્નાયુ કેન્દ્રની શક્તિ વધારી રક્ત સંબંધી અન્ય ક્રિયાઓને વ્યવસ્થિત કરે છે. હૃદયરોગના હુમલાના શાસન પછી આ ટીકડી હૃદયતા સ્નાયુઓને પોષણ અને બળપ્રદાન કરવા માટે સેવન કરવું હિતકારી છે. નાડીની કમજારી હૃદયની દુર્બળતા હૃદયનો ધબકારો, હૃદયનો ગભરાટ, બેચેનીને મટાડે છે. થોડું ચાલવાથી થતા હૃદયશૂળમાં તેમજ ચઢતાં શ્વાસને મટાડી હૃદયની ગતિને સમતુલ કરે છે.

મેદહર-વજન નિયામક ટીકડીઃ નવક ગુગળ, તૃઅનાદિ લોહ, ગૌમૂત્ર ધન, ત્રિફળા ગૂગળ, ગેમ્લેગો અનેક લાક્ષણિક કસોટીઓ (ક્લિનિકલ ટ્રાયલ્સ)ની ફલશ્રુતિ પછી આ ઉપરોક્ત ટીકડી વજન ઘટાડા માટે અકસીર માલુમ નીવડી છે. તે આયુર્વેદિક વનશ્રીના ઔષધોનું સમિશ્રણ હોવાથી અસરકારક, હાનિ રહિત, નિર્દાેષ અને અકસીર છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળી મેદને કાપે છે. આનામાં એવો ગુણ છે કે માણસને તેનાથી જરાયે અશક્તિ નથી વર્તાતી બલ્કે તે સ્ફુર્તિ અનુભવે છે. વજન ઘટાડા માટે આતુર એવી વ્યક્તિઓ માટે આ ઔષધ ખૂબ જ ઉપયોગી છે.

આ ટીકડીમાંનું ત્રિફળાગૂગળ વજન ઘટાડવા માટે ખૂબ પ્રભાવી નિવડ્યું છે. તે લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે. લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ તથા ધમકી કાઠીન્ય સાથે સીધો સંબંધ હોઈ ત્રિફળાગૂગળનો આ ગુણધર્મ મહ¥વનો છે. આનાથી થતાં વજન ઘટાડો એ આયુષ્ય વધારો કરનારું નીવડે છે. વધુ પડતી જાડી વ્યક્તિ બહારથી સ્થૂળ અને બેડોળ દેખાય છે. એટલું જ નહીં પણ આંતરિક રીતે થતી મેદની જમાવટએ તેથી પણ વધુ ગંભીર લેવાય છે.

આયુર્વેદ અને તબીબી મત પ્રમાણે શરીરનું વધારાનું વજન હૃદય ઉપર બોજા નાંખે છે. રક્તવાહિનીઓની દિવાલો ચરબીના ભરાવાના કારણે સાંકડી બની જાય છે. પરિણામે દર્દી હૃદયરોગનો ભોગ બને છે. શરીરનું વધારાના વજનને લઈને કમર, નિતંબ અને ઘુંટણના સાંધામાં ઉપર વધારે વજન બીજા પડે છે. સરવાળે શરીરના આ સાંધાને ઘસારો પડતાં તેની ચાલક ક્ષમતા ઘટે છે. અને કમર, ઘુંટણ વગેરેના સાંધાના દુખાવાનો દર્દી ભોગ બને છે. આ ઉપરાંત વધારાનો મંદ હૃદયવારીકાતંત્ર, યકૃત, મૂત્રપિંડ અને જનનતંત્રને પણ લાંબા ગાળે ખતરનાક નીવડે છે.

સૂચનાઃ શરીરનું વધારાનું વજન નક્કી કરી ઔષધિની સેવનવિધિ શરૂ કરો. દરેક અઠવાડિયે એક જ કાંટા પર એક જ કપડામાં દિવસમાં એકજ સમયે વજન કરો. તે જ પ્રમાણે પેટ તથા નિતંબનું માપ માપો. રોજિંદો ખોરાક, ડાયાબિટીસ, હાઈપરટેન્શનવાળા દર્દીઓ માટે આ ઔષધ સલામત છે. આ ઔષધથી ભૂખ ઓછી થતી નથી. મેદ વધવાના ક્રમશઃ ચાર ચઢતાં સોપાનો છે. (૧) રુવદર્શક (૨) સંતોષક (૩) દયાજનક (૪) ભયજનક ત્રીજું અને ચોથું સોપાન ચઢતા પહેલાં આ ટીકડીનું નિયમિત સેવન કરો. આ ટીકડી ચોથાથી પણ પહેલાં પગથિયે લાવી તેમને સશક્ત, ઘાટીલા અને સુંદર બનાવી શકે છે. આ ટીકડીનું વર્ષાેનું નિયમિત સેવન ક્રમશઃ વજન કાપ કરી જીવનને નવી દિશા આપે છે. તે પ્રભાવી, નિર્દાેષ અને માનક ઔષધ છે. અને તેથી જ તે મેદસ્વીઓમાં સર્વમાન્ય બની ચુક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.