Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૪મી જૂનથી ર૦ હજાર નર્સની અચોક્કસ મુદતની હડતાળ

સરકાર સાથેની મીટીંગમાં પ્રશ્નો ન ઉકેલાતા નિર્ણય

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યની સરકારી હોસ્પીટલોનો નર્સિંગ સ્ટાફ આગામી ૧૪મી જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. છેલ્લેે રપમી મે ના રોજ આરોગ્ય વિભાગના અગ્રસચિવ સાથે નર્સિંગ ફોરમના આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી પગાર સુધારણા પીએફ સહિતની વિવિધ માંગણીઓ ને લઈ હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો નહોતો. જેને લઈને હવે યુનાઈટેડ નર્સિંગ ફોરમે હડતાળનુ એેલાન આપ્યુ છે. ફોરમનો દાવો છે કે ગુજરાતના ર૦ હજાર જેટલા નર્સ અચોક્કસ મુદતની હડતાળમાં જાેડાશે.

અમદાવાદ સિવિલ હોસ્પીટલ ની બે હજાર જેટલી સરકારી અને આઉટ સોર્સિગ નર્સિંગ સ્ટાફ આગામી ૧૪મીથી અચોક્કસ મુદતની હડતાળમાં જાેડાશે. અગાઉ ૧૮મી મે ના રોજ આ સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો. જેને પગલે કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવાના બંધ કરાયા હતા. એ વખત સરકારે મીટીંગનું આયોજન કર્યુ હતુ એટલે નર્સોએ હડતાળ સમેટી લીધી હતી.

હવે મીટીંગમાં તેમના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા ફરી હડતાળનું એલાન આપ્યુ હતુ. નર્સિગ સ્ટાફની માંગ છે કે આઉટ સોર્સિગથી જે સ્ટાફ કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે. નર્સોને ર૮૦૦ને બદલે ૪ર૦૦ ગ્રેડ પે મળી. નર્સિંગ સ્ટુડન્ટને ડીપ્લોમા વખતે ૧પ હજાર સ્ટાઈપેેન્ડ આપવુ જાેઈએ. ફોરમનો દાવો છે કે અમારી માંગો પર સરકારનું વલણ ઉદાસીન છે. એટલે હડતાળનું એલાન કરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.