Western Times News

Gujarati News

સુરતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે હીરામાં તેજી

Files Photo

સુરત: કોરોના વાયરસની બીજાે વેવ ગુજરાતમાં લગભગ સમાપ્ત થવાની અણીએ છે. રાજ્યમાં કોરોના વાયરસના આંકડા દિવસે દિવસે ઘટી રહ્યા છે. સરકારે સોમવારથી તમામ સરકારી-ખાનગી કચેરીઓમાં ૧૦૦% સ્ટાફ સાથે કામ કરવાની પરવાનગી આપી છે. કોરોનાવાયરસના પ્રથમ વેવમાં સુરતના હીરા ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ સેકન્ડ વેવમાં નુકસાની ન થઈ હોવાની વિગતો સામે આવી છે. ગત વર્ષે કોવિડ-૧૯ની પ્રથમ લહેરમાં સંપૂર્ણ લૉકડાઉન હતું

ત્યારે માર્ચથી જુલાઈ સુધી સંપૂર્ણપણે પોલિશ્ડ ડાયમંડનું પ્રોડક્શન બંધ હતું. જાેકે, તેની સામે બીજા વેવમાં રત્નકલાકારોની ૩૦ ટકા જેટલી અછત હોવા છતાં હીરા ઉદ્યોગ અડીખમ છે. હીરા ઉદ્યોગના જુદા જુદા સેક્ટરમાં ગ્રોથ થયો છે. હીરા ઉદ્યોગને કોરોનાની બીજ લહેરમાં નુકસાન નથી થયું પરંતુ ઉલટાનું ગુજરાત સરકારે હીરા ઉદ્યોગને કાર્યરત રાખવાની પરવાનગી આપી હોવાથી ફાયદો થયો છે. જેમ્સ એન્ડ જ્વેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે ‘માર્ચ ૨૦૨૦થી લઈને જુલાઈ ૨૦૨૦ સુધી સંપૂર્ણ લૉકડાઉન હતું.

આ સમયમાં પોલિશ્ડ ડાયમન્ડનું પ્રોડક્શન બંધ હતું. વેપારીઓએ રફનું ઇમ્પોર્ટ પણ બંધ રાખ્યું હતું તેની સરખામણીએ આજની સ્થિતિ ઘણી સારી છે. વર્ષ ૨૦૨૦ એપ્રિલની સરખાણીમાં વર્ષ ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ ડાયન્ડના એક્સપોર્ટમાં ૩૭.૭૮ ટકાનો ગ્રોથ થયો છે. લેબ્રોન ડાયમંડમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લેબ્રોન ડાયમંડમાં ૩૦૭ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે. એવી જ રીતે કલર્ડ જેમ્સ સ્ટોનમાં ૮.૪૬ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે. સ્ટડેડ ગોલ્ડ જ્વેલેરીમાં ૩૩.૮૮ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે.

સિલ્વર જ્વેલરીમાં ૨૫૦.૭૦ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે. પ્લેટિનમ જ્વેલેરીમાં ૧૨૫.૭૨ ટકાનો ગ્રોથ જાેવા મળી રહ્યો છે. હીરા સાથે અન્ય તમામ પ્રકારની જ્વેલરીના ઉદ્યોગમાં ગ્રોથ જાેવા મળી રહ્યો છે જાેકે, આ બધાની વચ્ચે એકમાત્ર પ્લેઇન ગોલ્ડ જ્વેલેરીમાં જ ડાઉનફોલ જાેવા મળી રહ્યો છે. ૫૯.૩૮ ટકાનો આ સેક્ટરમાં ડાઉનગ્રેડ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇનના કારણે હીરા ઉદ્યોગને કોરોનાની સેકન્ડ વેવમાં ફટકો ન પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિનેશ નાવડિયાએ વધુમાં ઉમેર્યુ કે કોરોનાની પ્રથમ લહેરમાં રત્નકલાકારો સહિતના લેબરની સ્થિતિ ખરાબ હતી એટલે તેઓ બીજી વેવમાં વતન તરફ નીકળી ગયા. અત્યારે હીરાઉદ્યોગમાં વર્કફોર્સમાં ૩૦ ટકા લેબરની અછત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.