Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર તાત્કાલિક રોક લગાવી જાેઈએ :જદયુ

Files Photo

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અણધાર્યા વધારા સામે એનડીએની અંદરથી વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. ભાજપનાં સાથી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો હવે ડંખી રહી છે અને ભારત સરકારે તેના પર તાત્કાલિક રોક લગાવી જાેઈએ. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે, રોગચાળા દરમ્યાન સરકારને રસીકરણ માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા અને મહામારી દરમ્યાન સમાજ કલ્યાણ યોજનાઓ માટે વધારાનાં ભંડોળની જરૂર છે, પરંતુ જેડીયુએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ તુરંત જ ઘટાડવો.

“હું સ્વીકારું છું કે તેલનાં ભાવ ગ્રાહકોને ડંખી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી પરંતુ એક વર્ષમાં કોવિડ રસીકરણ પર ૩૫,૦૦૦ કરોડ ખર્ચ કરવા પડશે. વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮ મહિના સુધી રેશન આપવા માટે ૧ લાખ કરોડ ખર્ચવામાં આવી રહ્યા છે. આ પ્રકારનાં કટોકટીના સમયમાં, અમે કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવા માટે નાણાંની બચત કરી રહ્યા છીએ.” દેશની પેટ્રોલ અને ડીઝલની રેકોરર્ડ સ્તરે પહોંચી ચુકેલી કિંમતો પર પેટ્રોલિયમ પ્રધાનની આ દલીલ સાથે ભાજપનાં પોતાના સાથી જનતા દળ યુનાઇટેડ સંમત નથી.

જેડી (યુ) નાં પ્રિન્સિપલ જનરલ સેક્રેટરી કે સી ત્યાગીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયેલા વધારાથી અમને મુશ્કેલી પડી રહી છે, અમને દુ ॅટ્ઠૈહખની લાગણી થાય છે અને ભારત સરકારે તાત્કાલિક પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારાને રોકવું જાેઈએ.

જેડીયુના પ્રિન્સિપલ જનરલ સેક્રેટરી કેસી ત્યાગીએ એનડીટીવીને કહ્યું, “પેટ્રોલ-ડીઝલની કિંમતો પર સરકારનું નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે આવી પદ્ધતિ લાવવી જાેઈએ, જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમત બજારના હાથમાં ન આવે. રાજ્યને વેટ સરકારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘટાડવી જાેઈએ.પ્રા.ના પેટ્રોલિયમ પેદાશો પર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.