Western Times News

Gujarati News

પહેલાં જાણ કરવી જાેઈતી હતી કે વેક્સિન માટે નવજાત વાછરડાંની હત્યા કરવામાં આવી રહી છે : કોંગ્રેસ નેતા

નવીદિલ્હી: કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ૨૦ દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા કરવામાં આવે છે. આ દાવો કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ બુધવારે કર્યો છે. પાંધીએ આ બાબતે એક આરઆઇટીમાં મળેલા જવાબને શેર કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે આ જવાબ વિકાસ પટની નામની વ્યક્તિની આરટીઆઇ પર સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ આપ્યો છે.

વાછરડાંના સીરમનો ઉપયોગ વીરો સેલ્સના રિવાઈવલ પ્રક્રિયા માટે કરવામાં આવે છે. એનો ઉપયોગ કોવેક્સિનના નિર્માણ માટે કરવામાં આવે છે. પાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે માની લીધું છે કે ભારત બાયોટેકની વેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમ સામેલ છે. આ ખૂબ જ ખોટું છે. આ જાણકારીને પહેલાં જ લોકોને જણાવવી જાેઈતી હતી. આ પહેલાં એક રિસર્ચ પેપરમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે નવજાત પશુના બ્લડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. એનો પ્રથમ વખત કોઈ વેક્સિનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો.

આ બધું બાયોલોજિકલ રિસર્ચનો જરૂરી ભાગ હોય છે.રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન માટે નવજાત વાછરડાનું ૫%થી ૧૦% સીરમની સાથે ડલબેકોના મોડિફાઇડ ઇગલ મીડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક જરૂરી પોષક તત્ત્વ હોય છે, જે સેલને વિભાજિત કરવા માટે જરૂરી હોય છે.

સ્વદેશી વેક્સિન કોવેક્સિનમાં ગાયના વાછરડાનું લોહી મિક્સ થયેલું છે તેવી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને સરકારે પાયાવિહોણી અને ખોટી ગણાવી છે.છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે કોવેક્સિનમાં ગાયના વાછડાનું લોહી મિક્સ કરેલું છે. આ અફવા ફેલાતા સરકારને ખુલાસો આપવા આગળ આવવું પડ્યું છે. આ દાવાને ફગાવી દેતા કેન્દ્ર સરકારે કહ્યું આ કેસમા કોઈ તથ્ય નથી અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે. દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.

મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.
કોરોના રસીના કારણે દેશમાં પહેલું મૃત્યુ થયાનું કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ૧૬ જાન્યુઆરીથી ૭ જૂન સુધી ૨૩.૫ કરોડ લોકોને કોરોના રસીના એક કે બે ડોઝ અપાયા, જેમાં ફક્ત ૦.૦૦૦૨% મૃત્યુ થયાં છે. આ રીતે કોરોનાના કારણે થતાં મોતની તુલનામાં રસીથી થતાં મૃત્યુનું જાેખમ ના બરાબર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં રસી આપ્યા પછી મૃત્યુની સંખ્યા નહીંવત છે. આ મુદ્દે પ્રકાશિત સમાચાર અહેવાલોને અપૂર્ણ અને પૂરતી સમજ વિનાના છે. તે સમાચારોમાં કહેવાયું છે કે ૧૬ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયા પછી ૭ જૂન સુધી રસીના કારણે ૪૮૮ લોકોનાં મોત થયાં છે.કોરોના રસીની આડઅસરનો અભ્યાસ કરતી કેન્દ્રીય સમિતિના રિપોર્ટમાં કોરોનાની રસી પછી દેશમાં ફક્ત એક મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે રસીકરણ પછી એનાફિલેક્સિસ નામની જીવલેણ એલર્જીના કારણે એક ૬૮ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ વ્યક્તિએ ૮ માર્ચે રસી લીધી હતી. આ સમિતિએ રસી પછી થયેલી પ્રતિકૂળ અસરોથી થયેલાં ૩૧ મૃત્યુનો અભ્યાસ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે કોરોના રસીના કારણે એનાફિલેક્સિસથી થયેલું મૃત્યુ પહેલી ઘટના છે. તેનાથી એ વાત સાબિત થાય છે કે ડોઝ લીધા પછી રસીકરણ કેન્દ્ર પર અડધો કલાક રાહ જાેવી હિતાવહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.