Western Times News

Gujarati News

મારા અંકલે મને કહ્યું હોત તો મેં પોતે તેમને પદ આપ્યું હોત : ચિરાગ પાસવાન

નવીદિલ્હી: લોક જનશક્તિ પાર્ટીમાં (એલપીજી)માં ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ચિરાગ પાસવાને બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ચિરાગ પાસવાને કહ્યું કે લડાઇ લાંબી ચાલશે. મારી પાર્ટી તોડવાનો પ્રયત્ન હંમેશા કરવામાં આવ્યો છે. કેટલાક સમયથી મારી તબિયત સારી ન હતી. જે ઘટનાક્રમ બન્યો તે મારા માટે મુશ્કેલ થઇ રહ્યો છે. બધાયે જાેયું કે ૮ ઓક્ટોબરે મારા પિતાજીનું નિધન થયું હતું. આ પછી તરત ચૂંટણીમાં ઉતરવાનો ર્નિણય થયો, મારા માટે મુશ્કેલ સમય હતો. તે એક મહિના ૩૫ દિવસનો સમય. વિચારવાનો સમય જ મળ્યો ન હતો. ચૂંટણીમાં એલજીપીને મોટી જીત મળી. ૨૫ લાખ વોટ એલજેપીને મળ્યા અને જનતાનું ઘણું સમર્થન મળ્યું. અમે સિદ્ધાંતો સાથે સમજુતી કરી નથી.

ચિરાગ પાસવાને કહ્યું કે મેં અંત સુધી પ્રયત્ન કર્યો કે પાર્ટી અને પરિવારને સાથે રાખી શકું. હું પરિવારની વાતો સાર્વજનિક કરવાનું પસંદ કરતો નથી. મને મારા અંકલે કહ્યું હોત તો હું પોતે જ તેમને પદ આપી દોત. મારી પાસે લડાઇ સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. જે બધું થયું છે તે કાનૂન સંમત નથી. ભવિષ્યમાં કાનૂની લડાઇ લડી શકું છું. હું મારી પાર્ટીના બધા કાર્યકર્તાઓ, પદાધિકારીઓના સાથથી મજબૂતી સાથે લડાઇ લડીશ. પાપાએ ઘણી મહેનતથી પાર્ટી બનાવી હતી.

ચિરાગે કહ્યું કે કેટલાક મુદ્દાને લઇને અમે એનડીએ ગઠબંધન સાથે બિહારમાં આગળ વધી શક્યા નહીં. જ્યારે પાપા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા એલજેપીને તોડવાનો પ્રયત્ન થયો હતો. પાપા જ્યારે હોસ્પિટલમાં હતા, મને કહ્યું અને અંકલને કહ્યું કે મીડિયામાં કેમ ખબર આવે છે કે પાર્ટી તૂટી રહી છે. જાે હું જેડીયુ, બીજેપી સાથે મળીને ચૂંટણી લડ્યો હોત તો મારે સિદ્ધાંતો સાથે સમજુતી કરવી પડત અને નીતિશ કુમાર સામે નતમસ્તક થવું પડ્યું હોત. ના હું ઝુક્યો અને
ના સમજુતી કરી.

ચિરાગ પાસવાને કહ્યું કે મને ટાઇફોઇડ થયો હતો. જ્યારે હું બીમાર હતો ત્યારે મારી પીઠ પાછળ ષડયંત્ર રચવામાં આવ્યું તેનું મને દુખ છે. મેં અંકલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. સંવાદહીનતા ના થવી જાેઈએ. હું અંકલના ઘરે પણ ગયો ત્યાં પણ પ્રયત્ન કર્યો. મમ્મી પણ અંકલનો સંપર્ક કરવા માટે ૧૫ દિવસથી પ્રયત્ન કરી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.