Western Times News

Gujarati News

ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો

નવી દિલ્હી: દિલ્હીની કોર્ટે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડી માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે કર્યો હતો. બે દિવસની CBI કસ્ટડી પૂરી થયા બાદ આજે ચિદમ્બરમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમે જામીનનો ઇનકાર કર્યો સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ફરી એક ઝટકો આપ્યો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરીને તેમની અરજી ફગાવી દીધી હતી.રહી છે.સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપતા કહ્યું છે કે, ઈડીએ જે દસ્તાવેજો ભેગા કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. તે ઉપરાંત એજન્સીએ પૂર્વ મંત્રીને શું સવાલ-જવાબ કર્યા છે તેની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટને આપવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શરૂઆતમાં જ વચગાળાના જામીન આપી દેવાથી તપાસમાં નુકસાન થઈ શકે છે. તેથી આ સંજોગોમાં વચગાળાના જામીન આપવા યોગ્ય નથી. આર્થિક ગુનાની અલગ અપ્રોચ સાથે ડીલ કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.