Western Times News

Gujarati News

પાકિસ્તાને LoC પાસે 2000 સૈનિક તહેનાત કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને બાગ અને કોટલ સેક્ટરમાં બે હજાર સૈનિકોને તહેનાત કર્યા છે. આ બન્ને સેક્ટર એલઓસી (લાઈન ઓફ કંટ્રોલ)થી 30 કિલોમીટર દૂર છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સરહદમાં આતંકી કેમ્પ ફરી શરૂ થઈ ગયા છે અને તેમા મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે.

પાકિસ્તાન આ બ્રિગેડનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે-એ-તોયબાના આતંકીઓને ભારતીય વિસ્તારમાં ઘુસાડવા માટે કરે છે. પીઓકેમાં થઈ રહેલી આ હલચલથી ભારતીય સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે.

આ પહેલા પાકિસ્તાને સિરક્રીક વિસ્તાર અને LOC પાસે અંદાજે સ્પેશ્યલ ફોર્સના 100 જવાનોની તહેનાતી કરી હતી. પાકિસ્તાનના આ પગલાથી ફરી એકવખત તેની નાપાક ચાલ ઉઘાડી પડી છે, તે ભારત વિરોધી ઘુસણખોરી અને સીઝફાયર તોડવા માટે આ સૈનિકોનો ઉપયોગ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.