Western Times News

Gujarati News

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ ભાજપ મીડિયા પદાધિકારીઓ દ્વારા ખાસ માર્ગદર્શન અપાયું

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓમાં બન્ને જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જીત અપાવવા મીડિયાની અગત્યની ભૂમિકાઃકિશોર મકવાણા

(પ્રતિનિધિ) મોડાસા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલના મિશન ૨૦૨૨ ને અનુલક્ષીને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મીડિયા કાર્યકરો સાથે પ્રદેશના મીડિયા પદાધિકારીઓ દ્વારા બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે તેના ભાગરૂપે આજરોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાઓમાં બેઠકો કરવામાં આવી હતી.

આ બન્ને જિલ્લાઓમાં ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણા,ઉત્તર ઝોનના મીડિયા સેલ કન્વીનર રેખાબેન ચૌધરી અમે ઉત્તર ઝોન મિડિયા સેલના સહ કન્વીનર રાજુભાઇ ભટ્ટ દ્વારા બેઠકો લેવામાં આવી હતી. જેમાં અરવલ્લી સહિત બંને જિલ્લાના મીડિયા કન્વીનરો, સંગઠનના પ્રમુખ,મહામંત્રીઓ અને અન્ય સંગઠન પદાધિકારીઓ સાથેનની બેઠકમાં આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં મીડિયાની મહત્વની ભૂમિકા અંગે પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું

જ્યારે ઉત્તર ઝોનના મીડિયા સેલ કન્વીનર રેખાબેન ચૌધરીએ જિલ્લા મીડિયા ટિમ પછી દરેક તાલુકા અને શક્તિકેન્દ્ર સુધી કન્વીનર-સહ કન્વીનર નિયુક્ત કરવા ખાસ અનુરોધ કરી આ કામગીરી વહેલીતકે પુરી કરી એની યાદી પહોંચાડવા અપિલ કરી હતી.

ઉત્તર ઝોન મિડિયા સેલના સહ કન્વીનર રાજુભાઇ ભટ્ટ દ્વારા સ્થાનિક પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે નજીકનો ઘરોબો કેળવવા ઉપર ભાર મૂકી પાર્ટીના વિવિધ કાર્યક્રમો, સરકારના સેવાકીય અને યોજનાકીય કામોની અને કાર્યક્રમોની હકારાત્મક અને રચમતમક નોંધ મીડિયા દ્વારા આવતી રહે

એ માટે તેમજ જ્યારે જ્યારે પ્રદેશ કક્ષાએથી સરકારી ને સંગઠનના પદાધિકારીઓ જિલ્લાની મુલાકાતે હોય ત્યારે ભાજપની મીડિયા ટિમ અવશ્ય ઉપસ્થિત રહે અને પદાધિકારીઓના કાર્યક્રમ અને ઉદઘાટન, લોકાર્પણ કે અન્ય સરકારી કામોની નોંધ લેવાય એ ખાસ જાેવા તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં અરવલ્લી જિલ્લા ભાજપ કન્વીનર પ્રભુદાસભાઈ પટેલે પ્રદેશ મીડિયાના પદાધિકારીઓઓને શાબ્દિક પ્રવચનમાં આવકાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.