Western Times News

Gujarati News

દેહવેપારમાં ફસાયેલી બે છોકરીઓને પોલીસે બચાવી

Files Photo

હોટલમાં ચાલતા કૂટણખાનામાંથી ૧૬ અને ૧૮ વર્ષની બે છોકરીઓને માહિતીના આધારે રેડ પાડીને છોડાવાઈ

રાજકોટ: શહેરમાં હોટલમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. અહીંથી એક ૧૮ વર્ષની નાની છોકરી સહિત અન્ય એક યુવાન છોકરીને બચાવી લેવામાં આવ્યા છે. શહેરમાં આવેલી હોટલમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું, જેથી કોઈને તેની ગંધ પણ ના આવે. પરંતુ પોલીસને માહિતી મળતા બુધવારે રાત્રે રેડ પાડવામાં આવી હતી. જેમાં બે છોકરીઓને જાેરજબરજસ્તીથી આ ધંધામાં ધકેલવામાં આવી હોવાનું ખુલ્યું છે. જે બે છોકરીઓને બચાવવામાં આવી છે તેમાંથી એક ૧૬ વર્ષની ઉત્તરપ્રદેશની છોકરી છે જ્યારે અન્ય છોકરી મહારાષ્ટ્રની વતની છે. એનજીઓને છોકરીઓ પાસે હોટલમાં ૧૬ વર્ષની છોકરી પાસે દેહવેપાર કરાવવામાં આવી રહ્યો હોવાની વિગતો મળી હતી.

જે બાદ સમાજસેવી સંસ્થા દ્વારા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ઝોન-૨ના ડેપ્યુટી કમિશનર, મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ટીનએનજર છોકરી સાથે બીજી એક યુવાન છોકરીને બચાવી લેવાયા છે, જેણે જણાવ્યું કે ૧૬ વર્ષની છોકરીને રાજકોટમાં સંતોષ નામનો શખ્સ લાવ્યો હતો, જે અલીગઢનો છે. હોટલમાં રેડ પડી

ત્યારે સંતોષ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું કે આ બન્ને છોકરીઓ પાછલા દોઢ મહિનાથી હોટલમાં હતી. એનજીઓના સભ્યો અને પોલીસે જ્યારે રેડ પાડી તો ૧૬ વર્ષની છોકરી રૂમમાં એકલી હતી. પોલીસે આ દેહવેપારના પર્દાફાશમાં રામનગરમાં રહેતા પ્રભુદાસ કક્કડ અને વિરાટ સોસાયટીમાં રહેતા જયશ્રી ચાવડા સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે.

પોલીસે પ્રભુદાસ અને જયશ્રીની સાથે હોટલના મેનેજર મેહુલ તોરલીયા (૩૦) સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કથિત રીતે હોટલ સાથે સત્તા પાર્ટીના નેતા સાથે નામ જાેડાયેલું છે. પ્રભુદાસ અને જયશ્રી આ બંગાળી મહિલાની મદદથી આ રેકેટ ચલાવતા હતા, જેમાં અહીં ગ્રાહક સ્વરુપે આવતા પુરુષો પાસેથી ૨૫૦૦ રુપિયા લેવામાં આવતા હતા. પોલીસે જણાવ્યું કે આ રુપિયામાંથી હોટલ અને પીડિત છોકરીઓને ૫૦૦-૫૦૦ રુપિયા ચૂકવવામાં આવતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.