Western Times News

Gujarati News

સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસના અંશ મળ્યા

files Photo

પાણીના બેક્ટેરિયાની રોગ પ્રતિકારક શક્તિ વધી :નદીમાંથી મળેલ વાયરસ આરોગ્ય માટે હાનિકારક ન હોવાનો દાવો : મ્યુનિ. કોર્પોરેશને ફરીથી સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલ્યા

( દેવેન્દ્રશાહ દ્વારા  ) અમદાવાદ, દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જાેવા મળ્યા હતા. અત્યારસુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળી આવ્યા છે. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં ૧૬ જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં ૫ જેટલાં સેમ્પલ પોઝિટિવ મળ્યા હોવાની વિગત જાહેર થતાં શહેરમાં હાહાકાર મચી ગયો હતો તેમજ મ્યુનિ. તંત્ર દોડતુ થઈ ગયું હતું જાેકે નદીના પાણીમાંથી મળેલા વાયરસ મૃત હોવાની તેમજ નાગરિકોના આરોગ્ય પર કોઈ ખતરો ન હોવાની વિગતો જાહેર થયા બાદ શહેરીજનો અને અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોનાની પ્રથમ લહેર બાદ સુઅરેજ વોટરમાં વાયરસની શક્યતા ચકાસવા માટે મ્યુનિ. કોર્પો. દ્વારા જીબીઆરસી નામની સંસ્થાને દર સપ્તાહે પાણીના સેમ્પલ મોકલવામાં આવે છે જાેકે સંસ્થા દ્વારા તેના રિપોર્ટ કે એનાલીસીસ મ્યુનિ. કોર્પો.ને આપવામાં આવતા નથી. આઈઆઈટીના પ્રોફેસર દ્વારા સપ્ટેમ્બર ર૦ર૦થી ડીસેમ્બર-ર૦ર૦ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળોએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ બે દિવસ પહેલાં જ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં કોરોના વાયરસ તૂટી ગયા બાદ તેના ટુકડાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેના આધારે રિપોર્ટ તૈયાર થયા હતાં. તુટી ગયેલા વાયરસના ટેસ્ટ થયા હોવાથી એ બાબત સાબિત થાય છે કે વાયરસ મૃત થઈ ગયા હતા જેના કારણે નાગરિકોને કોઈ ખતરો રહેતો નથી જાેકે ચિંતાજનક બાબત એ છે કે કોરોના દર્દીઓએ જે દવા લીધી છે તેના કારણે પાણીમાં રહેલા બેકટેરિયાનો રેસીસ્ટન્ટ પાવર ઘણો જ વધી ગયો છે તેથી ભવિષ્યમાં આ બેક્ટેરિયાના કારણે થતાં યુરીનલ ઈન્ફેકશન, ગાયનેક ઈન્ફેકશન, પ્રોસ્ટેટ બ્લેડ, બ્લેડર ઈન્ફેકશન, ન્યુમોનિયા જેવા રોગ થાય તો એન્ટીબાયોટિક દવાના ડોઝમાં વધારો કરવાની જરૂરિયાત રહેશે. હાલ આ રોગના દર્દીઓ જે દવા લઈ રહયા છે તેની અસર થવાની શક્યતા ઘટી જાય છે.

સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસ મળ્યા હોવાના સમાચાર બાદ મનપા ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ દેશના કેટલાક શહેરોમાં સુઅરેજ વોટરના ટેસ્ટીંગ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ આ પ્રકારના ટેસ્ટ કરવા માટે ઓએસડી ડોકટર રાજીવ ગુપ્તાએ પરવાનગી આપી હતી તેમજ દર સપ્તાહે જીએસઆરબી ને સેમ્પલ મોકલવા સુચના આપી હતી જાેકે મ્યુનિ. કોર્પો. દ્વારા એસટીપીમાં ટ્રીટ કરવામાં આવેલ પાણીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જયારે આઈઆઈટી દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ફ્રેસ વોટરનો પણ સમાવેશ થાય છે.

સાબરમતી તેમજ ચંડોળા તળાવમાં ઓપન ડેફીકેશનના કારણે વાયરસના ટુકડા મળી આવે તેવી શક્યતા છે પરંતુ કાંકરિયા તળાવમાં આવી કોઈ શક્યતા રહેતી નથી. તેમ છતાં આઈઆઈટીના રિપોર્ટથી પાણીમાં જીનેટીક મટીરીયલ હાજર હોવાના પુરાવા મળે છે જાેકે આનુ પુર્વમુલ્યાકન બાકી હોવાથી કોઈ અંતિમ નિર્ણય થઈ શકે તેમ નથી. મનિષ કુમાર દ્વારા પ્રસિધ્ધ થયેલ રીસર્સ પેપર મુજબ,  નું જેનીટીક મટીરીયલ ની હાજરી ઓળખવા અંગેનું વર્ક કરવા પ્રયત્ન કરેલ છે.

પીયર સમીક્ષા કરી પ્રમાણીત કરવામાં આવેલ નથી જે ફક્ત સંભાવના દર્શાવે છે. જેનું સંપુર્ણ મુલ્યાંકન કરવાનું બાકી છે. જેથી આ માહિતીને આધારભુત માની અત્યારની વેસ્ટ વોટર ટ્રીટમે ન્ટની કામગ્રીરીને લોકોના આરોગ્ય સાથે સીધે સીધુ જાેડવું આતશ્યોક્તીપુર્ણ થશે. વાયરસના જિનોમ મટીરીયલ મળવાથી તે એક્ટીવ ફોર્મમાં હોવાનું સાબીત થતુ નથી.
આઈઆઈટી દ્વારા જે સાત સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કાંકરિયા તળાવ, ચંડોળા તળાવ, સાબરમતી નદી, વાસણા એસટીપી, ચાંદખેડા એસપીએસ, તે જ સ્થળેથી મ્યુનિ. કોર્પો.એ ફરીથી સેમ્પલ લીધા છે જેની ચકાસણી માટે જીએસઆરબીને મોકલી આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.