Western Times News

Gujarati News

પારસ હોસ્પિટલમાં મોકડ્રીલ કેસમાં વહીવટી તંત્રએ હોસ્પિટલને ક્લિનચીટ આપી

લખનૌ: યુપીનાં આગ્રાની પારસ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજનનાં અભાવે ૨૨ દર્દીઓનાં મોતનો તપાસ અહેવાલ સામે આવ્યો છે. મોકડ્રીલ કેસમાં વહીવટી તંત્રએ હોસ્પિટલને ક્લિનચીટ આપી છે. મોડી રાત્રે જારી કરવામાં આવેલી મેજિસ્ટ્રેલ તપાસ અને ડેથ ઓડિટ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે ૨૬ એપ્રિલની સવારે ૯૬ દર્દીઓ પર મોકડ્રીલ કરવામાં આવી નથી. જાે કે, ૨૬-૨૭ એપ્રિલનાં રોજ, સાતને બદલે ૧૬ મૃત્યુ સ્વીકારવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ૨૮ એપ્રિલે શ્રી પારસ હોસ્પિટલનાં ચાર વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોમાં, હોસ્પિટલનાં સંચાલક ડો.અરિંજય જૈનને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે ઓક્સિજનનો અભાવ છે, તેથી મોકડ્રીલ થવો જાેઈએ અને તે પછી ૨૨ દર્દીઓનાં મોત થયા હતા. ૨૬ એપ્રિલની વાર્તા વર્ણવતા વીડિયોમાં, અરિંજય જૈને એમ પણ કહ્યું હતું કે ૨૨ દર્દીઓનાં હાથ અને પગ વાદળી થઈ ગયા હતા. વીડિયોમાં કહેવાતી વાતો અંગે સમગ્ર રાજ્યમાં હંગામો મચી ગયો હતો. મુખ્યમંત્રીએ આ બાબતની નોંધ લેતા ડીએમ પ્રભુ એન સિંહને તમામ મામલાની તપાસ કરવા આદેશ આપ્યો હતો. બે તપાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

તપાસનાં અહેવાલ મુજબ, પારસ હોસ્પિટલમાં ઓક્સિજનનાં અભાવે કોઈનું મોત થયું નથી. તપાસ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પારસ હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતું. આ સાથે, તપાસ અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પારસ હોસ્પિટલનાં સંચાલકો કોઈપણ કિંમતે ઓક્સિજન આપવાની ચિંતા કરે છે, તેમણે પોતે વાયરલ વીડિયોમાં આ વાત કહી છે. અહેવાલમાં ૧૬ દર્દીઓનાં મોતનો ઉલ્લેખ કરતાં, તેમની યાદી પણ રજૂ કરવામાં આવી છે, અહી કહેવામાં આવ્યું છે કે ૧૪ દર્દીઓની હાલત ખૂબ ગંભીર હતી. તેમાંથી ૮ દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

રિપોર્ટમાં મેનેજમેન્ટ દ્વારા દર્દીઓને ઓક્સિજનનો અભાવ હોવાનું જણાવી રજા આપવાનો મામલો સામે આવ્યો છે. તેથી, હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મૂંઝવણ ઉભી કરવાનું માનવામાં આવતું હતું. તેની સામે એપીડેમિક એક્ટ ૧૮૯૭, એપીડેમિક એક્ટ આઈપીસીની કલમ ૧૧૮/૫૦૫ હેઠળ ૧૮૦/૨૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરી છે. વળી, સીએમઓએ શ્રી પારસ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી સીલ કરી દીધું છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી જે પણ જવાબ આવશે, તે મુજબ સીએમઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.