Western Times News

Gujarati News

બીજી લહેરના દબાણને દુર કરવા વિભિન્ન ક્ષેત્રથી નિતિગત સમર્થનની જરૂર :RBI

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક અને અલગ નીતિગત સમર્થનની જરૂરિયાત પર ભાર આપ્યો છે. દાસે કહ્યું કે એપ્રિલ અને મેમાં મહામારીની બીજી લહેરથી અર્થવ્યવસ્થા પર જે પ્રતિકુળ પ્રભાવ પડ્યો છે તેને જાેતાં આર્થિક પુનરુદ્ધારને સમર્થન આપવા અને તેને ટકાવી રાખવા માટે મૌદ્રિક ઉપાયોની જરૂર છે.

આરબીઆઇના અનુસાર કુલ મળીને કોરોનાની બીજી લહેરની નજીકના સમયે આર્થિક પુનરુદ્ધારને આગળ વધારવા અને ઝડપથી પાટા પર લાવવાના દરેક પક્ષ- રાજકોશીય, મૌદ્રિક અને વિભિન્ન ક્ષેત્રથી નિતિગત સમર્થનની જરૂર છે.
આરબીઆઇ ગર્વનરે કહ્યું કે આવનારા સમયમાં દેશમાં વેક્સિનેશનની ગતિ અને ઝડપથી બીજી લહેરને કાબૂમાં લાવવાની જરૂર છે.

તે આર્થિક વૃદ્ધિની સાથે સાથે મુદ્રાસ્ફિતિમાં પણ અસર કરશે. વેક્સિનેશનમાં વીતેલા થોડા દિવસોમાં વદારો આવશે અને તેને આગળ વધારવાનો રહેશે. આરબીઆઇ ગર્વનરનું કહેવું છે કે રિઝર્વ બેંત અન્ય લહેરથી પ્રભાવિત મહત્વના ક્ષેત્રના દબાણને દૂર કરવા માટે સક્રિયતા સાથે પરંપરાગત અને બિન પરંપરાગત ઉપાયો કરી રહ્યું છે. સાથે પ્રભાવી રીતે કેશની ઉપલબ્ધતાને માટે પણ પગલા લેવા તૈયાર છે. બજારમાં કેશ વધવાથી અનેક પ્રકારની સમસ્યાથી રાહત મળશે.

એમપીસીએ વધારાને સમર્થન આપવાની સાથે નીતિગત દરને પણ અત્યારસુધીના ન્યૂનતમ દરે રાખીને તેને માટે આવશ્યક સ્થિતિ બનાવી રાખવાનું કામ કર્યું છે.આરબીઆઇના કાર્યકારી નિર્દેશક મુદુલ સાગરે કહ્યું કે રાહતની વાત એ છે કે વૃદ્ધિદર પહેલી તિમાહીમાં એટલો નીચો જાેવા મળ્યો નથી જે ગયા વર્ષે ૨૦૨૦-૨૧ના પહેલા ત્રિમાસિક સમયમાં થયો હતો. તેઓએ કહ્યું કે એ શક્ય છે કે શરૂઆતની જીડીપી વૃદ્ધિ અનુમાન પૂર્ણ રીતે સ્થિતિ સ્પષ્ટ નહીં કર અને અસંગઠિત વિસ્તારો પર ઊંડો પ્રભાવ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.