Western Times News

Gujarati News

TMCમાં પરત જવા ભાજપમાં જાેડાયેલા ૩૦૦ કાર્યકર્તાઓએ ધરણા કર્યા

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ્યાં ટીએમસીથી ભાજપમાં જતા લોકોની લાઇન લાગી હતી, હવે ઉલટું, ભાજપથી ટીએમસીમાં જવા માટે નાસભાગ મચી છે. તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ ભાજપનાં છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. બંગાળનાં બિરભૂમ જિલ્લામાં, ભાજપનાં ૩૦૦ કાર્યકરો ટીએમસીમાં પરત ફર્યા હતા. મુકુલ રોય જે રીતે ઘરે પાછા ફર્યા છે તે બાદ, ઘણા મોટા નામ ટીએમસીમાં જાેડાવા માટે લાઇનમાં છે.

એક અહેવાલ અનુસાર, ભાજપનાં ઓછામાં ઓછા ૩૦૦ સમર્થકો બિરભૂમમાં તૃણમૂલ કોંગ્રેસ કાર્યાલયની સામે ભૂખ હડતાલ પર બેઠા હતા. તેમની માંગણી હતી કે તેમને ફરીથી ટી.એમ.સી.માં લેવામાં આવે. આખરે તેના પર ગંગાજળ છંટકાવ કરીને તેમને પાછા બોલાવવામાં આવ્યા. ટીએમસી નેતાઓએ કહ્યું કે ગંગાજળ છંટકાવ પાછળનું કારણ તેમના ભ્રષ્ટ મનને શુદ્ધ કરવું હતું. પ્રદર્શન કરનારા અશોક મંડળે કહ્યું કે, અમે ટીએમસીમાં પાછા આવવા માંગીએ છીએ. ભાજપમાં જાેડાતા, અમે અમારા ગામોમાં વિકાસનાં કામો બંધ કરી દીધા હતા. ભાજપ તરફથી સતત વિરોધ પ્રદર્શન કરવાના કારણે ફાયદાથી વધારે નુકસાન થયું છે. અમે અમારી સ્વતંત્ર ઇચ્છાથી પાછા આવવા માંગીએ છીએ. જ્યાં સુધી અમને નહીં બોલાવવામાં આવે ત્યાં સુધી અમે હડતાલ પર બેસીશું. ભાજપનાં કાર્યકરોની આ ભૂખ હડતાલ સવારે ૮ વાગ્યે શરૂ થઈ હતી અને સવારે ૧૧ વાગ્યા સુધી ત્રણ કલાક સુધી ચાલી હતી.

બાનાગ્રામનાં તૃણમૂલ પંચાયતનાં વડા તુષાર કાંતિ મંડળ, જેમણે આ ૩૦૦ કાર્યકરોને ટીએમસી ધ્વજ આપ્યો હતો, તેમણે કહ્યું કે, આ લોકો છેલ્લા કેટલાક દિવસોથી અમારી પાર્ટીમાં જાેડાવાની વિનંતી કરી રહ્યા છે. આજે તેઓ પાર્ટી કાર્યાલય સામે ધરણા પર બેઠા હતા અને પરત લેવાની અપીલ કરી હતી. મેં મારા નેતાઓ સાથે વાત કરી અને તેઓને મારી પાર્ટીમાં પાછા બોલાવ્યા. ગંગાજળનાં છંટકાવ અંગે મંડળે કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિક પક્ષ છે. તેમણે તેમના ઝેરી વિચારો આ લોકોનાં દિમાગામં મૂક્યા છે અને તેમની માનસિક શાંતિને ખલેલ પહોંચાડી છે. તેથી તમામ પ્રકારની ખરાબીઓથી મુક્તિ મેળવવા માટે તેમના પર ગંગાનું જળ છાંટવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.