Western Times News

Gujarati News

ઇમરાનની સરકારમાં બે કરોડ લોકો ગરીબી રેખાની નીચે પહોંચ્યા : વિરોધ પક્ષના નેતા

ઇસ્લામાબાદ: પાકિસ્તાન નેશનલ એસેંબલીના વિરોધ પક્ષના નેતા શહબાજ શરીફે ઇમરાન ખાનની સરકારના બજેટ પ્રસ્તાવને ખોટો ગણાવ્યો છે. તેમણે એસેંબલીમાં આપેલ પોતાના ભાષણમાં ઇમરાન ખાન સરકારની ભારે ટીકા કરી છે અને કહ્યું કે તેમના કારણે ૫૦ લાખ લોકોને પોતાની નોકરીઓથી હાથ ધોવા પડયા છે ત્રણ દિવસ સુધી એસેંબલીમાં ભારે શોર બકોર બાદ જયારે તેમને બોલવાની તક મળી તો તેમણે પાકિસ્તાનની ઇમરાન સરકારને ભારે ટીકા કરી તેને ખરી ખોટી સંભળાવી હતી તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે જાે આ જ નવું પાકિસ્તાન છે તો તેનાથી સારૂ જુનું પાકિસ્તાન જ હતું.

વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે ગત ત્રણ વર્ષમાં ઇમરાન ખાને લોકો પર એટલો કર લગાવ્યો છે કે ગરીબોનું ભોજન પણ અડધુ થઇ ગયું છે વર્તમાન સમયમાં ઇમરાન સરકારે દેશમાં ભુખમરા અને નાઉમ્મદ લોકોની એક મોટી જમાત પેદા કરી દીધી છે જયારે હવે સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે જે બજેટ રજુ કર્યું છે તે ફકત મોંધવારીના દરને જ વધારવાનું કામ કરશે અથવા તો ગરીબ લોકોને વધુ ગરીબીમાં ધકેલી દેશે તેમણે પાકિસ્તાનમાં ગરીબીના આંકડાને જાહેર કરતા કહ્યું કે દેશમાં ઇમરાન ખાન સરકાર દરમિયાન બે કરોડ લોકો ગરીબી રેખાની નીચે ચાલ્યા ગયા છે જયારે લોકોની આવકમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો આવ્યો છે લોકો પુછી રહ્યાં છે કે આખરે એક કરોડ નોકરીઓની જે વાત ઇમરાન ખાને કરી હતી

તે કયાં છે આજ કારણ છે કે સરકાર આ બજેટથી જે સપના જાેઇ રહી છે તે બજેટ જ પુરી રીતે જુઠ્ઠાણુ ભર્યું છે.
નવાજે કહ્યું કે આ પહેલા કોઇએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે રિયાસત એ મદીનામાં કોઇને ભુખ્યુ પણ સુવુ પડશે ઇમરાન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેઓ કહેતા હતાં કે નવંું પાકિસ્તાન બનાવીશું પરંતુ વર્તમાન સમયમાં દેશની જે રીતે પ્રગતિ થઇ રહી છે તેના હિસાબથી તો જુનુ જ પાકિસ્તાન સારૂ હતું .તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે ઇમરાન સરકારને કારણે વર્તમાનમાં પ્રાંતીય સરકારો અને કેન્દ્રની વચ્ચે વિશ્વાસ ઓછો થયો છે તેમણે પોતાના સંબંધોનમાં તમામ વિરોધ પક્ષોને કહ્યું કે તેઓ એક થાય અને કોઇ પણ સ્થિતિમાં આ બજેટને પાસ ન થવા દે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.