Western Times News

Gujarati News

સ્થિતિ સુધરી તો ધોરણ-૧૨ની ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે ઓપ્શનલ એક્ઝામ થઈ શકે છે

Files Photo

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે ૧૨માં ધોરણના પરિણામ પર સીબીએસઇ બોર્ડની ફોર્મ્યુલા પર સુનાવણી થઈ. આ દરમિયાન બોર્ડે કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું. બોર્ડે જણાવ્યું કે ૩૧ જુલાઈએ પરિણામ જાહેર થશે. રિઝલ્ટ સાથે જાેડાયેલા વિવાદને લઈને પેનલ બનાવવામાં આવશે.

ઓપ્શનલ એક્ઝામ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે. જાે સ્થિતિ સુધરી તો એક્ઝામ ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે કરાવવામાં આવી શકે છે. ઓપ્શનલ એક્ઝામમાં જરૂરી માર્ક્‌સને જ ફાઈનલ માનવામાં આવશે.

૧૨મા ધોરણની બોર્ડ પરીક્ષાઓના મામલે સુપ્રીમ કોર્ટે સીબીએસઇને કહ્યું હતું કે અમે તમારી સ્કીમ પર સૈદ્ધાંતિક રીતે સહમતી આપી છે, પરંતુ કેટલીક અરજીઓમાં બોર્ડ પરીક્ષાને રદ કરવાના મામલાને પડકારવામાં આવ્યો છે, તેથી આ અરજદારોની વાત સાંભળવી પણ જરૂરી છે. કોર્ટે માત્ર એ જ અરજી પર સુનાવણી કરશે, જે દાખલ કરવામાં આવી છે. કોર્ટ હવે નવી અરજીઓ પર સુનાવણી નહીં કરે અને રજિસ્ટ્રીને કહેશે કે નવી અરજીઓનો સ્વીકાર ન કરે.

સુપ્રીમ કોર્ટ મંગળવારે બપોરે ૨ વાગ્યે આ અરજીઓ પર સુનાવણી કરશે. આ દરમિયાન બોર્ડે સૂચવેલી ૩૦ઃ૩૦ઃ૪૦ ફોર્મ્યુલા પર અંતિમ મોહર લાગી શકે છે. બોર્ડની રિઝલ્ટ તૈયાર કરવા માટે બનેલી ૧૩ સભ્યની કમિટીએ ગત ગુરુવારે કોર્ટમાં પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું.

સીબીએસઇની ફોર્મ્યુલા જાેઇએ તો ધો.૧૦ના ૫ સબ્જેક્ટમાંથી જે ૩માં વિદ્યાર્થીઓએ સૌથી વધુ સ્કોર કર્યો હશે, એને જ રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવશે., ધો.૧૧ના પાંચ વિષયો અને ધો.૧૨ના યુનિટ, ટર્મ કે પ્રેક્ટિલમાં પ્રાપ્ત માર્ક્‌સને રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે.,ધો.૧૦ અને ૧૧ના નંબરને ૩૦-૩૦% અને ધો.૧૨ના નંબરને ૪૦ ટકા વેટેજ આપવામાં આવશે., જે બાળકો પરીક્ષા આપવા માગે છે તેમના માટે સ્થિતિ સામાન્ય થવા પર અલગ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે ૧૯૨૯થી સીબીએસઇ પોતાની સેવાઓ આપી રહી છે. ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય થયું નથી. આ ફોર્મ્યુલાને અમે એક્સપર્ટ્‌સ કમિટીની સાથે ડિઝાઈન કરી છે. ધો.૧૦ની બોર્ડ એક્ઝામ અને સબ્જેક્ટ ધો.૧૧ અને ૧૨થી અલગ હોય છે, આ કારણે અમે છેલ્લાં ૩ વર્ષ ધો.૧૦, ૧૧ અને ધો.૧૨ને આધાર બનાવ્યો છે.

બોર્ડે કહ્યું હતું કે પરિણામમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ના માર્ક્‌સનું વેઇટેજ ૩૦-૩૦ ટકા હશે, જ્યારે ધોરણ ૧૨ના માર્ક્‌સનું વેટેજ ૧૦ ટકા હશે. ધોરણ ૧૦માં પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોય છે, પરંતુ વિષય અલગ હોય છે. એવામાં ધોરણ ૧૦ના ૫ વિષયોમાંથી મુખ્ય ત્રણ વિષયોના માર્ક્‌સ જ ઉમેરવામાં આવશે.

ત્યાર બાદ ધોરણ ૧૧ની ટર્મ પરીક્ષા, એકમ-પરીક્ષા અને અંતિમ પરીક્ષામાં તમામ ૫ વિષયના સરેરાશ ગુણ ઉમેરવામાં આવશે. આ ગુણનું વેઇટેજ ૩૦-૩૦ ટકા રહેશે.ધોરણ ૧૦ના મુખ્ય ત્રણ વિષયોના આધારે ૩૦ ટકા ગુણ આપવામાં આવશે. ધોરણ ૧૧ના પરિણામના આધારે ૩૦ ટકા ગુણ આપવામાં આવશે,

જ્યારે ધોરણ ૧૨ની ઇન્ટર્નલ પરીક્ષાના પરિણામના આધારે ૪૦ ટકા ગુણ આપવામાં આવશે. બોર્ડ પરીક્ષાનું પરિણામ ૩૧ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. બોર્ડ દરેક વિદ્યાર્થીની માર્ક્‌સશીટ તૈયાર કરીને ૩૧ જુલાઈએ એને સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી દેશે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પરથી લૉગ-ઇન કરીને પોતાનું પરિણામ જાણી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.