Western Times News

Gujarati News

ભાજપથી ચર્ચા કરી બિહાર ચુંટણીમાં નીતીશ વિરૂધ્ધ ગયોઃ ચિરાગ

નવીદિલ્હી: લોકજનશક્તિ પાર્ટી (લોજપા)માં વિરાસતને લઇ કાકા અને ભત્રીજા વચ્ચે જંગ અટકવાનું નામ લઇ રહ્યો નથી જયાં ચિરાગ પાસવાન સતત પિતાની પાર્ટી પર પહેલો હક રાખવાની વાત કરી રહ્યાં છે ત્યાં તેમના કાકા પશુપતિ પારસે પાર્ટીના મોટાભાગના નેતાઓનું સમર્થન હાંસલ કરી લોજપા પર પોતાના નેતૃત્વનો દાવો કરી દીધો છે. આ દરમિયાન ચિરાગ પાસવાને ખુલાસો કર્યો છે કે બિહાર વિધાનસભા ચુંટણીમાં તેમનું એનડીએથી અલગ થઇ ચુંટણી લડવાનો નિર્ણય ભાજપની સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હતો જયારે તે સમયે પણ તેમની પાર્ટીમાં આ નિર્ણયને લઇ આંતરિક મતભેદ જારી હતાં

લોજપાના જદયુની વિરૂધ્ધ અલગથી ચુંટણી લડી પાર્ટીના બળવાખોર નેતાઓને પસંદ આવ્યું ન હતું ત્યાં સુધી કે ત્યારે પશુપતિ પારસે પણ તેને ખરાબ નિર્ણય ગણાવ્યો હતો માનવામાં આવે છે કે અહીંથી પાર્ટીમાં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી જાે કે પોતાના એકલા ચુંટણી લડવાનો નિર્ણયને બચાવ કરતા ચિરાગે કહ્યું કે નિર્ણયને લઇ ભાજપને તમામ માહિતી આપી દેવામાં આવી હતી તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૃહમંત્રી અને રાષ્ટ્રીય મહાંત્રી બી એલ સંતોષજીને બેઠક દરમિયાન બતાવવામાં આવ્યું હતું કે ફકત ૧૫ બેઠકોની સાથે બિહાર ચુંટણીમાં લોજપાનું ઉતરવું સંભવ નથી

ચિરાગે કહ્યું કે ભાજપ નેતાઓની સાથે બેઠકમાં તેમણે સ્પષ્ટ કરી દેવામાં આવ્યં હતું કે જાે આવનારી સરકારમાં તેમના એજન્ડને કોઇ મહત્વ આપવામાં નહીં આવે તો તેમનું આવા ગઠબંધનમાં રહેવાનો શું લાભ ચિરાગે કહ્યું કે તેમના ગઠબંધન ૨૦૧૪થી જ ભાજપની સાથે હતું ત્યારે જદયુ દ્‌શ્યમાં પણ ન હતું. આથી અમે નિર્ણય કર્યો કે અમે વિધાનસભા ચુંટણીમાં છ બેઠકો છોડી બાકી પર ભાજપની વિરૂધ્ધ લડીશું નહીં

લોજપા સાંસદે કહ્યું કે ચુંટણી પહેલા ભાજપની સાથે બેઠક દરમિયાન એ કહેવામાં આવ્યું હતું કે ચુંટણી દરમિયાન કે ત્યારબાદ બંન્ને પક્ષો વચ્ચે કોઇ કડવાહટ રહેશે નહીં મેં કહ્યું હતું કે મે ભાજપ પર વિશ્વાસ છે નીતીશ પર નહં પરંતુ ચુંટણી દરમિયાન મારા મતબેંકમાં સેંધમારીથી લ અલગ અલગ શબ્દ સાંભવાનું શરૂ કરી દેવામાં આવ્યું તેનાથી ખુબ કષ્ટ થયું

ચિરાગે લોજપામાં ચાલી રહેલ ઉથલપાથલની વચ્ચે મદદ ન કરવાને લઇ ભાજપ પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે જરૂરતના સમયે ભગવા પક્ષ તેમની સાથે રહ્યું નહીં તેમણે કહ્યું કે જાે ભવિષ્યમાં તેમને ઘેરવાનો પ્રયાસ જારી રહ્યો તો તે પોતાના રાજનીતિક પગલાને લઇ તમામ સંભાવનાઓ પર વિચાર કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.