Western Times News

Gujarati News

કોરોનામાં અવસાન પામેલાને ચાર લાખના વળતર અંગે કેન્દ્ર સરકારે કરેલ ઇનકાર સામે સુપ્રીમ કોર્ટનો બંધારણીય પરિપ્રેક્ષમાં પ્રગતિશીલ ચુકાદાની સંભાવના?!

પ્રજાના સામાજિક કલ્યાણ કરવાની સરકારની ફરજ છે -બેન્જામિન ડિઝરાયલી

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી અશોકભાઈ ભૂષણ અને જસ્ટિસ મુકેશભાઇ શાહ ની છે તેમની ખંડપીઠ સમક્ષ કોરોના મહામારીમાં અવસાન પામેલા ઓને વળતર આપવા બાબતની અરજી ની સુનાવણી ચાલતા કેન્દ્ર કહ્યું હતું કે સરકાર પાસે વળતર માટે અછત નથી

પણ કેન્દ્ર સરકારનું ફોકસ આપત્તિથી લોકોને રાહત અપાવવા અને બચાવવાની વ્યવસ્થા કરવા છે”! ત્યારે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે એવો સવાલ ઉઠાવ્યો છે કે ૨૦૧૫ના નોટિફિકેશન થી તો ચાર લાખ વળતર પર ભાર ન મૂકી શકાય! સરકારે પાંચ વર્ષ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

તો કેન્દ્ર અને રાજ્ય સરકારો વળતર વધારી શકે ને સુપ્રીમ કોર્ટે એવો પણ મુદ્દો ઉઠાવ્યો છે! કોરોના માં અવસાન પામેલા ને ૪ લાખની સહાય માટે ચર્ચા વિચારણા કરવી જાેઈએ અને સર્વે ને સમાન સહાય કરવી જાેઈએ સરકારનો તર્ક અરજદારોનો તર્ક અને સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ નું વલણ જાેતા માનવીના મૂળભૂત અધિકારના સંદર્ભે પ્રગતિશીલ ચુકાદાઓ આવે એવી સંભાવના કાનૂનવિદો જાેઈ રહ્યા છે! બ્રિટિશ નેતા અને વિચારક બેન્જામિન ડીઝરાયેલી એ કયું છે કે “સત્તાધીશ ની એક જ ફરજ હોય છે પ્રજાના સામાજિક કલ્યાણ નું જતન કરવાની” ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર ગડકર એ સરસ કહ્યું છે કે “બંધારણ થી આ દેશમાં દાખલ કરવા ધારેલી લોકતાંત્રિક જીવનરીતિ નો પાયો અને સ્તંભ છે”!! જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી.એન.ભગવતી એ કહ્યું છે કે “મૂળભૂત અધિકારો આ દેશની પ્રજાએ વૈદિક યુગથી હૃદયમાં સંઘરાયેલા પાયાના મૂલ્યો રજૂ કરે છે

તે વ્યક્તિના ગૌરવનું રક્ષણ કરે તે રીતે ઘડાય છે”!! લોકશાહી રાજ્યમાં પ્રજાના કલ્યાણની ભાવના એ મહત્વની બાબત છે એટલે સરકાર ચલાવતા નેતાઓ આર્થિક દ્રષ્ટિકોણથી ર્નિણય કરે પરંતુ ન્યાયતંત્રનો પાયો “ન્યાયધર્મ” છે એટલે કોરોના ની સર્જાયેલી પરિસ્થિતિ માટે જ્યારે નેતાઓ જવાબદાર છે ત્યારે સુપ્રીમકોર્ટ બંધારણીય અધિકારો ના પરિપ્રેક્ષ્યમાં ર્નિણય કરે એ સ્વાભાવિક છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.