Western Times News

Gujarati News

પાકિસ્તાન હોય કે ભારત હોય ન્યાયાધીશો બીજા નંબરના ભગવાન છે?!

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ગુલઝાર અહેમદની ખંડપીઠે હિન્દુ ધર્મશાળા ને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા હુકમ કર્યો જ્યારે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સિદ્ધાર્થ મૃકુલ તથા જસ્ટીસ શ્રી અનુપ ભંભાંણી ના બેન્ચે સરકારની ટીકા કરવી એ આતંકવાદી પ્રવૃત્તિ નથી એવું અવલોકન કર્યું!

તસવીર પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ગુલઝાર અહેમદની છે તેમના નેતૃત્વ હેઠળની ખંડપીઠે લઘુમતી હિન્દુઓ ની અરજી પર અભૂતપૂર્વ અને મહત્વપૂર્ણ ચુકાદો આપીને ૧૯૩૨માં બનાવેલી હિન્દુ ધર્મશાળા ને પાકિસ્તાનની સરકારનો હુકમ રદ કરીને હિંદુ ધર્મશાળાને “રાષ્ટ્રીય ધરોહર” જાહેર કરવા હુકમ કર્યો છે

એટલું જ નહીં ધર્મશાળા ની જગ્યા પર થયેલું દબાણ હટાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ કર્યો છે ગયા વર્ષે ધર્મશાળામાં ૧૦૦થી વધુ અસામાજિક તત્ત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું! અને હિન્દુ સંત ની સમાધી ને પણ હાનિ પહોંચાડી હતી પરંતુ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપીને લોકશાહીની ગરીમા જાળવી છે!

જ્યારે બીજી તસવીર દિલ્હી હાઇકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સિદ્ધાર્થ મૃદલ અને જસ્ટીસ શ્રી અનુપ એ ભાંભાંની છે આ ખંડપીઠે દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા ના સંદર્ભે “પિંજરા તોડ” એક્ટિવિસ્ટ નતાશા નટવરલાલ દેવાંગના કલીતા તથા આસિફ ઈકબાલ તનહાને જામીન પર છોડી મૂક્યા છે

ન્યાયાધીશોએ યુ.એ.પીએ.ની કલમ ૧૫, ૧૭, ૧૮ હેઠળ દાખલ થયેલા ગુનામાં એક્ટિવિસ્ટ વિરુદ્ધ રેકોર્ડ પર વર્ષમાં ગુનામાં કોઈ અપરાધ થયાનું ન જણાતા ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ અને ન્યાયાધીશ અનુપ એ. ભાભાની બેન્ચે એવો લોકોને કહ્યું હતું કે કોઈ પણ મુદ્દા ના સંદર્ભે સરકાર કે અન્ય બાબતોનો વિરોધ કરવો આતંકી પ્રવૃત્તિ નથી!

ભારતની સુપ્રીમ કોર્ટે અને દેશની હાઇકોર્ટો એ ચુકાદો આપીને સરકારી તંત્ર નો વિરોધ કરનારને કેસમાંથી બરખાસ્ત કરી દેશદ્રોહના આરોપોને પણ નકારી કાઢ્યા છે છતાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો અને તેમના પોલીસ અધિકારીઓની આંખ કેમ ઉઘડતી નથી?! સરકાર સુપ્રિમકોર્ટ માં ગઈ હોવા છતાં સુપ્રિમકોર્ટે કથિત આરોપીઓ ના જામીન ચાલુ રાખ્યા છે એ મહત્વ ની બાબત છે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.