Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા દુર કરવા માટે એએસી નવી ૧૭ ટાંકી બનાવશે

Files Photo

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા આગામી ૨૦ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટેનું આયોજન હાથ ધર્યું છે.

એએમસીએ શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. જે સમસ્યા દૂર કરવાના ભાગ રૂપે એએમસી દ્વારા શહેરમાં ૧૭ સ્થળો પર ૧ લાખ કરોડ લીટર કેપેસિટી ધરાવતી ઓવરહેડ પાણીની ટાંકી બનાવાશે. જેથી શહેરની ૭૦ લાખ વસ્તી સુધી પૂરતુ પાણી પહોંચી શકે. કેમ કે ઉનાળા દરમિયાન શહેરમાં પાણી બાબતે બુમરાડ પડતી હતી. જેને જાેતા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેને ખુલાસો કરી આ માહિતી આપી છે.

એએમસીએ છેલ્લા કેટલાક વર્ષોનો અભ્યાસ કરીને આ કામગીરી શરૂ કરી છે. જેમાં આગામી ૨૦ વર્ષ સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે શહેરમાં ૧૭ સ્થળે ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે. જેમાં ખોખરા, નારણપુરા, વસ્ત્રાલ, નિકોલ, ચાંદખેડામાં ૨, ગોતા, સરખેજ, મેમનગર ફાયર સ્ટેશન પાસે ટાંકી બનાવાશે.
મહત્વનું છે કે હાલમાં શહેરમાં ૨૪૫ પાણીની ટાંકી કાર્યરત છે. જેમાં વધુ ૧૭ ટાંકી ઉમેરાતા શહેરમાં પાણીની સમસ્યા મોટાભાગે દૂર થશે તેવું અધિકારીનું માનવું છે. આ ૧૭ ટાંકીના કામમાં ૧૮ મહિના જેટલો સમય લાગશે. એટલે કે ૧૮ મહિના સુધી તમામ ટાંકી માટે લોકોએ રાહ જાેવી પડશે.

જાેકે અધિકારી માની રહ્યા છે કે ૧૮ મહિના બાદ આગામી ૧૫થી ૨૦ વર્ષ સુધી શહેરમાં ઉનાળા દરમિયાન કે અન્ય ઋતુમાં પાણીની સમસ્યા શહેરમાં સર્જાશે નહીં.સાથો સાથ એએમસી દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પણ પાણીની કેપેસિટી વધારવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં રાશકામાં ૧૦૦ એમઆઇડીનું શરૂ કરાયુ છે, જે ચાલુ થતા દક્ષિણ અને પૂર્વ ઝોનને તેનો લાભ મળશે તો મધ્યઝોન માટે કોતરપુરમાં ૩૦૦ એમઆઇડીના કામનું લોકાર્પણ કરાશે. જ્યાં અત્યારે ૧૧૦૦ દ્બઙ્મઙ્ઘ કેપેસિટી છે.

જે વધીને ૧૩૦૦ કેપેસિટી થશે. સાથે જ જાશપુરમાં ૨૦૦ એમઆઇડી કેપેસિટી વધે તેવું આયોજન પણ કરાયું છે. જ્યાં હાલ ૪૦૦ એમઆઇડી કેપેસિટી છે. કેપેસિટી ૬૦૦ પર પહોંચતા શહેરના રિંગ રોડના લોકોને પાણી પૂરતા પ્રમાણમાં પહોંચી શકશે.
આમ એએમસી દ્વારા ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવવા સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની પણ કેપેસિટી વધારવાનું આયોજન કરાયું છે. જેથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર લાવી ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકી સુધી પહોંચાડી શહેરીજનો સુધી પહોંચાડી શકાય.

જેથી આગામી ૧૫થી ૨૦ વર્ષ સુધી શહેરમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય પણ એ પ્રયાસ ત્યારે જ સિદ્ધ થયો કહેવાશે જ્યારે પ્રોપર આયોજન પ્રમાણે લોકો સુધી તે સુવિધા અને પાણી પહોંચી રહે. જેની શહેરીજનો પણ રાહ જાેઈ રહ્યા છે. જેથી લોકોને ટેન્કરો મારફતે પાણી ભરવાનો વારો ન આવે અને સ્માર્ટ સિટીની ઓળખ પણ જળવાઈ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.