Western Times News

Gujarati News

નાણા મંત્રીને અર્થવ્યવસ્થાની સમજ નથી, ફરી આપી ‘દેવાની રસી’ : કોંગ્રેસ

નવીદિલ્હી: કોંગ્રેસે નાણાંમંત્રી ર્નિમલા સિતારામનની તરફથી જાહેર કરાયેલા કુલ રૂપિયા ૧.૧ લાખ કરોડ રૂપિયાના દેવા ગેરંટી યોજના સહિત ઘમા પગલાઓની જાહેરાત કરી જે પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નાણામંત્રીને અર્થવ્યવસ્થાની સમજ નથી. નાણાં મંત્રીએ માગ વધારવા અને લોકોને સીધી મદદ કરવાને બદલે ફરીથી દેવાનું રસીકરણ કર્યું છે.

કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે પત્રકારોને કહ્યું, ‘મેં નાણાં પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ ધ્યાનથી સાંભળી. આજે અર્થવ્યવસ્થાની મૂળ સમસ્યા- ઓછી જીડીપી, ઊંચો ફુગાવો, ઓછી માંગ અને વધતી બેકારી છે, પરંતુ નાણામંત્રી એ જ વાત સમજી રહ્યા નથી. આજે ફરી તેમણે આ વિશે વાત કરી નથી. તેમણે દાવો કર્યો કે “દેવાના ડોઝ મોડેલનું પરિણામ બધાને ખબર છે.” લોકોને સહાયની જરૂર છે, ઋણની માત્રા નહીં. લોકો અપેક્ષા રાખતા હતા કે, તમે લોકોને આર્થિક મદદ કરશો, લોકોના ખિસ્સામાં પૈસા મૂકવાની વાત કરો.

વલ્લભે આરોપ લગાવ્યો, “વર્ષ ૨૦૨૦ માં જાહેર કરાયેલા દેવાનાં ૨૦ લાખ કરોડના પેકેજની જેમ આજે ફરી ભૂલ કરવામાં આવી છે. એવું લાગે છે કે નાણાં પ્રધાન અર્થવ્યવસ્થાને સમજી શક્યા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ લોકો કોણ છે, જે નાણાં પ્રધાનને ‘દેવાની માત્રા’ અંગે સલાહ આપી રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, ‘જીડીપી કેમ ઘટી રહ્યો છે? મોંઘવારી કેમ વધી રહી છે અને તેને કેવી રીતે નીચે લાવવામાં આવશે? માંગમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, માંગ વધારવા માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે? બેરોજગાર લોકોને મદદ કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે?

નાણાં પ્રધાને કેમ આ વિશે વાત કરી નહીં? ‘ તેમણે કહ્યું કે સરકારે સમજવું પડશે કે આ મુદ્દાઓ પર ધ્યાન આપ્યા વિના અર્થવ્યવસ્થાને પાટા પર પાછા લાવી શકાશે નહીં. સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના પગલા વિશે પૂછતાં વલ્લભે કહ્યું હતું કે, છેલ્લાં સાત મહિનામાં અમારા અન્નદાતા દિલ્હી નજીક બેઠા છે. તેમની પાસે સાંભળવાનો સરકાર પાસે સમય નથી, અમે માંગણી કરીએ કે સરકારે અહંકાર છોડીને ખેડૂતોનું સાંભળવું જાેઈએ.

નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ રોગચાળાથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને ગતિ આપવાના આશય સાથે નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને સોમવારે બીજા એક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ઇમર્જન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઇ) ક્ષેત્રની મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરી ૪.૫ લાખ કરોડ કરવાની જાહેરાત પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.