Western Times News

Gujarati News

ઉદ્યોગપતિઓ પણ આમ આદમી પાર્ટીમાં જાેડાય એવા પ્રયાસ આરંભાયા

આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક હવે વેપારીઓ તરફ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સકળાયેલા દિલીપ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. સુરત ચેમ્બરના પરેશ પટેલ મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન બન્યા.

(એજન્સી) અમદાવાદ, આમઆદમી પાર્ટીની ટાસ્ક ફોર્સ દ્વારા સરકાર સમક્ષ યોગ્ય રજુઆત કરવાની કુનેહ ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે જેઓ સ્પષ્ટ અને સ્વસ્થ પ્રતિભા ધરાવે છે. તેમજ જાહેર જીવનમાં તેમનંુ વર્ચસ્વ છે. અને રાજ્કારણમાં જાેડાવાની તેમની અંતરની ઈચ્છા છે. તેમનો સંપર્ક શરૂ કરી દેવાયો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સકળાયેલા દિલીપ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. સુરત ચેમ્બરના પરેશ પટેલ મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન બન્યા. અમદાવાદમાં જૈનિક વકીલ રેવન્યુ કમિટિના ચેરમેન બન્યા.

આવા  ઉદાહરણને બાદ કરતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને કોઈ સ્થાન ન મળ્યુ હોવાનું આમઆદમી પાર્ટીના નેતાઓ વેપારીઓને સમજાવી રહ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આમઆદમી પાર્ટીમાં જાેડાય એવા પ્રયાસ આરંભાયા છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઘણા મોટા માથા રાજકીય પક્ષમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેમને વોર્ડ પ્રમુખ કે પેજ પ્રમુખ બનાવવા ઉપરાંત ઘણી વખત જુદી જુદી કમિટિઓમાં હોદ્દો અપાય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓની દલીલ છે કે જયારે પણ રાજકીય પક્ષને કોઈપણ કામ હોય ત્યારે વેપારીઓ યાદ આવે છે. કોઈ સભા કે કાર્યક્રમ માટે માણસો એકત્રિત કરવાના હોય ત્યારે વેપારી અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવામાં આવે છે.

કોઈપણ પ્રકારની ફેવર જાેઈતી હોય કે આર્થિક સહયોગની જરૂર હોય છે ત્યારે રાજકીય પાટીઓ દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખાસ હવાલા આપવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ પણ ચૂંટણી આવે અને વેપારીઓ દ્વારા ક ઉદ્યોગપતિઓ જાહેર જીવનમાં આવવા માટે ટીકીટ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરાતી હોય છે. રાજકારણમાં રસ ધરાવતા અને જાહેર જીવનમાં આવવા ઈચ્છતા વેપારી અગ્રણીઓ અને વેપારીઓ રાજકીય પાર્ટીઓથી નિરાશ થઈ રહ્યા છે.

આ સ્થિતીમાં આપની એન્ટ્રીથી વેપારીઓ માટે રાજકારણના દરવાજા ખુલ્યા છે. અમદાવાદ કલોલ કડી તથા આજુબાજુના શહેરોના વેપારી અગ્રણીઓ તેમજ ચેમ્બરના મોટા માથાઓ આમઆદમી પાર્ટીમાં જોડાય એ માટે આપના અગ્રણીઓ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.